ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન ફી કેવી રીતે ભરવી?

તમે જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ અને લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરી હોય ત્યાર પછી તમારે ઓનલાઈન ફી ભરવાની હોય છે. તો એ ઓનલાઇન parivahan.gov.in વેબસાઈટ ઉપર ફી કેવી રીતે ભરવી તે તમને આ આર્ટિકલમાં જાણવા મળશે.

તો નીચે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવા મળશે કે ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ફી કેવી રીતે ભરવી.

1) સૌપ્રથમ તમારે Parivahan.gov.in વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને ત્યારબાદ License Related Service માં Drivers/Learners Licence ઉપર ક્લિક કરવાનું રહેશે.

2) ત્યારબાદ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે અને પછી નીચે Fee Payment નામનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે

3) ત્યારબાદ તમને ફી કેવી રીતે ભરવી એના સ્ટેપ જોવા મળશે એ વાંચીને તમારે Proceed ઉપર ક્લિક કરવાનું રહેશે

4) Proceed ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે તેમાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને જન્મતારીખ એન્ટર કરવાની રહેશે અને click here to Calculate Fee ઉપર ક્લિક કરવાનું રહેશે જે એન્ટર કર્યા બાદ તમારી બધી જ વિગત નીચે બતાવશે તે એકવાર તમારી verify કરવાની રહેશે

ત્યાર બાદ તમારે Payment Gateway સિલેક્ટ કરવાનું રહેશે અને તેની નીચે એક Captcha ભરવાનો રહેશે અને પછી Pay Now ઉપર ક્લિક કરવાનું રહેશે

5) ત્યારબાદ તમારી સામે terms and condition જોવા મળશે જે terms and condition તમારે Accept કરીને Proceed For Payment ઉપર ક્લિક કરવાનું રહેશે

6) ત્યારબાદ તમને પેમેન્ટ ગેટવે નું પેજ જોવા મળશે જેમાં તમારે તમારા Debit card કે Credit card ની વિગતો ભરીને Pay Now પર ક્લિક કરવાનું રહેશે 

7) ત્યારબાદ તમારા ડેબિટ કાર્ડ ના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે અને પછી તમારું Payment Successful થઈ જશે

8) પેમેન્ટ થયા બાદ તમને ફરીથી Parivahan.gov.in ની વેબસાઈટ ઉપર લઈ જવામાં આવશે અને ત્યાં તમને Payment નું સ્ટેટસ જોવા મળશે. જો Payment Successful થઈ ગયું હશે તો સ્ટેટસ માં Successful લખેલું આવશે અને અને નીચે click here to Print Receipt નામ નું બટન જોવા મળશે ત્યાંથી તમે તમારી Payment Receipt ડાઉનલોડ કરી શકો છો.

જો Payment Unsuccessful થયું હશે તો સ્ટેટસ માં Unsuccessful લખેલું આવશેે.

જો Payment Unsuccessful થાય અને તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય તેવા સંજોગોમાં તમારા બેંક એકાઉન્ટમાં સાત દિવસની અંદર રિફંડ થઈ જશે. પરંતુ તો પણ તમારે એક વખત તમારા આરટીઓમાં વાત કરવી જોઈએ Payment unsuccessful બાબતે.

આ પણ વાંચો: ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો !

આ પણ વાંચો: HSRP નંબર પ્લેટ માટે અરજી કેવી રીતે કરવી ?