પાલક માતા પિતા યોજના 2023 ફોર્મ, ડોક્યુમેન્ટ, અરજી પ્રક્રિયા

Palak Mata Pita Yojana 2023: ગુજરાતમાં ઘણી જગ્યાએ અનાથ તેમજ નિરાધાર બાળકો જોયા હશે. તો આવા બાળકોનું ભરણપોષણ તેમજ તેની સારસંભાળ રાખવાની જવાબદારી સરકાર ઉઠાવે છે તો આ યોજના નું નામ છે પાલક માતા પિતા યોજના.

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે પાલક માતા-પિતા યોજના ના ફોર્મ તેમજ તેની અરજી પ્રક્રિયા અને કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

પાલક માતા પિતા યોજના શું છે?

પાલક માતા-પિતા યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી તેમજ આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી હોય છે. આ યોજના માં ગુજરાત ના અનાથ અને નિરાધાર બાળકોને દર મહિને રૂપિયા ૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. આ સહાય DBT મારફતે સીધા બેંક એકાઉન્ટ માં મોકલવામાં આવે છે. આ સહાય બાળકોને તેમના ભરણપોષણ માં કામ આવતી હોય છે.

Palak Mata Pita Yojana Highlight 2023

યોજનાનું નામ 

પાલક માતા પિતા યોજના

કોના દ્વારા શરૂ કરવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા 

વિભાગ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

લાભાર્થી

ગુજરાતના અનાથ અને નિરાધાર બાળકો

મળવાપાત્ર સહાય 

માસિક ૩૦૦૦/- રૂપિયા ની સહાય

સત્તાવાર વેબસાઇટ

https://esamajkalyan.gujarat.gov.in/

હેલ્પલાઈન નંબર

07923253266

યોજનાનો હેતુ

પાલક માતા-પિતા યોજના નો મુખ્ય હેતુ ગુજરાતનાં માતા-પિતા વગરના નિરાધાર તેમજ અનાથ બાળકોનું ભરણપોષણ કરવું છે. આ Palak Mata Pita Yojana માં બાળકને આર્થિક સહાય આપવામાં આવે છે. આર્થિક સહાય પેટે માસિક રૂપિયા ૩૦૦૦/- આપવામાં આવે છે. આ સહાય થી અનાથ અને નિરાધાર બાળકો નું ભરણપોષણ થઈ શકે છે.

આ પણ વાંચો:

પાલક માતા-પિતા યોજના માં કોણ અરજી કરી શકે છે?

 • ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
 • ગુજરાત માં વસતા ૦ થી ૧૮ વર્ષ ના તમામ અનાથ બાળકો જેમના માતા-પિતા હયાત નથી તેમને આ સહાય આપવામાં આવે છે.
 • અનાથ બાળકની ઉંમર ૧૮ વર્ષ સુધી જ માન્ય છે.
 • અનાથ બાળક છે તેનું પ્રૂફ હોવું જરૂરી છે.
 • બાળકના માતા-પિતા ના મરણ નો દાખલો હોવો જરૂરી છે.
 • માતા પિતા માંથી જો પિતા હયાત ના હોય અને માતા એ પુનઃ લગ્ન કરેલ હોય તેમને પણ આ લાભ મળે છે.

પાલક માતા-પિતા યોજના મળવાપાત્ર સહાય – Palak Mata Pita Yojana Yojana Benefits

પાલક માતા પિતા યોજના માં નીચે મુજબ સહાય મળે છે:

 • Palak Mata Pita Yojana માં અનાથ બાળકના ભરણપોષણ માટે બાળકને રાખનાર ને દર મહિને રૂપિયા ૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
 • ૩૦૦૦/- રૂપિયાની સહાય D.B.T મારફતે સીધા બેન્ક એકાઉન્ટ માં જમા કરવામાં આવે છે.
 • આ સહાય દર મહિને જમા થતી હોય છે.

પાલક માતા પિતા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Foster Parents Yojana Required Documents

પાલક માતા-પિતા યોજના માટે નીચે મુજબ ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે:

 • આવકનું પ્રમાણપત્ર
 • રેશન કાર્ડ
 • આધાર કાર્ડ 
 • બાળકના માતા-પિતા નો મરણ નો દાખલો
 • જો બાળકના પિતા હયાત ના હોય અને માતા બીજા લગ્ન કર્યા હોય તેનું પ્રમાણપત્ર 
 • પુનઃ લગ્ન કરેલ નો પુરાવો
 • બાળક અને પાલક માતા-પિતા ની સંયુક્ત બેંક ખાતાની પાસબુક
 • બાળક હાલમાં જે ધોરણ માં અભ્યાસ કરતો હોય   તેનું પ્રમાણપત્ર 
 • પાલક માતા-પિતા ની આધાર કાર્ડ ની નકલ (કોઈ પણ એક)

આ પણ વાંચો: ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે રૂ 15,000 ની સહાય


પાલક માતા પિતા યોજના માટે અરજી કેવી રીતે કરવી – Palak Mata Pita Yojana Apply Online 

પાલક માતા-પિતા યોજના માં અરજી કરવા નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

 • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
 • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
 • બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
 • ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
 • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેના Palak Mata Pita Yojana પર ક્લિક કરો.
 • ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
 • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
 • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે. 
 • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
 • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ:

અમને આશા છે કે આર્ટીકલ વાંચી ને તમને પાલક માતા પિતા યોજના વિશે ઘણી બધી માહિતી જાણવા મળી હશે. જો આ માહિતી તમને મહત્વપૂર્ણ લાગી હોય તો આ લેખ ને બીજા લોકો સાથે શેર કરો અને આવા યોજના ને લગતા આર્ટીકલ વાંચવા મેળવવા માટે અમને વ્હોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર ફોલો કરો જેની લિંક્સ નીચે આપેલી છે.

અમારા બધા ગ્રુપમાં જોડાવ

યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

પ્ર.1 :પાલક માતા પિતા યોજના માં કુલ કેટલી સહાય મળે છે?

જ : આ યોજના માં બાળકના ભરણપોષણ માટે માસિક ૩૦૦૦/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

પ્ર.2 :Palak Mata Pita Yojana ફોર્મ ક્યાંથી ભરવાનું?

જ : આ યોજના નું ફોર્મ https://esamajkalyan.gujarat.gov.in ની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

પ્ર.3 :પાલક માતા-પિતા યોજના ની સહાય કેવા બાળકોને મળે છે?

જ : જે બાળકના માતા-પિતા હયાત ના હોય તેમને આ સહાય મળે છે. 

Source And Reference