લોન લેનાર વ્યક્તિનું મુત્યુ થાય તો લોનની ભરપાઈ કોન કરશે? જાણી લો નવા નિયમો

Rate this post

લોન લેનાર વ્યક્તિનું મુત્યુ થાય તો લોનની ભરપાઈ કોન કરશે? આપણે દરેકે જોયું હશે અને ઘણા લોકો એ કર્યું પણ હશે કે જ્યારે પણ પૈસાની જરૂર હોય છે આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ કામો કરાવવા માટે લોકો બેંકમાંથી લોનનો સહારો લે છે.

જણાવી દઈએ કે લોન પણ વિવિધ પ્રકારની હોય છે જેમ કે પર્સનલ લોન, કાર લોન, હોમ લોન વગેરે. દરેક ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ અલગ અલગ લોન છે અને એ લોન લીધા પછી દર મહિને હપ્તા ભરીને તેને ચુકવણી કરે છે.

પણ ઘણી વખત એવું બને છે કે લોન લેનાર વ્યક્તિનું કમનસીબે મૃત્યુ થાય છે. પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયા પછી લોનની રકમ બાકી રહે છે તેની કોણ ચુકવણી કરે છે?

લોન લેનાર વ્યક્તિનું મુત્યુ થાય તો લોનની ભરપાઈ કોન કરશે?

લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થવાના સંજોગોમાં લોનની ચુકવણી કોણ કરશે તેના પર અનેક સવાલો ઉભા થાય છે. લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું? તેને લઈને કોઈ નિયમ છે કે નહીં? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે લોન લેનારની મૃત્યુ પછી લોનની ચુકવણી અંગે દરેક પ્રકારની લોનના અલગ-અલગ નિયમો હોય છે. હોમ લોન રિકવરી અંગે અલગ નિયમો છે અને પર્સનલ લોન રિકવરીના પણ અલગ નિયમો છે.

શું થશે પર્સનલ લોનનું?

જો આપણે પર્સનલ લોન વિશે વાત કરીએ તો પર્સનલ લોન સિક્યોરડ લોન નથી હોતી. આવી સ્થિતિમાં જો પર્સનલ લોન લેનાર વ્યક્તિક મનસીબે મૃત્યુ પામે છે તો બેંક અન્ય કોઈ વ્યક્તિ અથવા તેના ઉત્તરાધિકારી પાસેથી પૈસા વસૂલ કરી શકતી નથી. પર્સનલ લોનમાં જે વ્યક્તિએ લોન લીધી છે તેના મૃત્યુ પછી થી તેની લોન પણ સમાપ્ત થઈ જાય છે.

શું થશે ક્રેડિટ કાર્ડની ચુકવણીનું? 

ક્રેડિટ કાર્ડ્સ અસુરક્ષિત લોનની શ્રેણીમાં આવે છે. આથી તેને સુરક્ષિત લોન તરીકે ગણવામાં આવતી નથી અને કાર્ડધારકના મૃત્યુના કિસ્સામાં બેંક બાકી રકમને રાઈટ ઓફ કરી દે છે. એટલા માટે બેંક અન્ય કોઈ વ્યક્તિ, વારસદાર અથવા કાનૂની વારસદાર પાસેથી લેણાં વસૂલ કરી શકતી નથી.

શું થશે હોમ લોનનું? 

જો કોઈ વ્યક્તિ હોમ લોન લે છે અને એ લોનનમાં બદલામાં તેના ઘરના કાગળને બદલે ગીરવે મૂકે છે. અને જો હોમ લોન લીધા પછી એ વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે તો આવી પરીસ્થિતિમાં તેના દ્વારા લીધેલ લોનની ચુકવણીની જવાબદારી તેના સહ-લોન લેનાર અથવા તો વ્યક્તિના ઉત્તરાધિકારીએ આ લોનની ચુકવણી કરવી પડે છે.

લોન કોણ ચૂકવશે?

જો કોઈ વ્યક્તિએ ઓટો લોન લીધી હોય અને કોઈ કારણસર અકાળે તેનું મૃત્યુ થઈ જાય તો બાકીની રકમ પરિવારના સભ્યોએ ચૂકવવી પડશે. જો પરિવાર એ ચુકવણી નથી કરી શકતા તો બેંક કારની હરાજી કરીને તેના પૈસા વસૂલ કરે છે.

આ પણ વાંચો,

Paytm લોન યોજના

SBI એજ્યુકેશન લોન

SBI મુદ્રા લોન યોજના

ધરે બેઠા 0% વ્યાજે Phone Pe એપથી લોન મેળવો

ફક્ત 5 મિનિટમાં Aadhar Card થી લોન મેળવો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને લોન લેનાર વ્યક્તિનું મુત્યુ થાય તો લોનની ભરપાઈ કોન કરશ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.