વિદેશ અભ્યાસ લોન યોજના 2023

Videsh Abhyas loan Yojana Gujarat : બિન અનામત આયોગ દ્વારા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ યોજનાઓ ચલાવવા માં આવે છે. જેવી કે વિદેશ અભ્યાસ લોન, શૈક્ષણિક અભ્યાસ લોન, સ્વરોજગારલક્ષી નાના પાયા ધંધા/વ્યવસાય માટે લોન, ભોજન બિલ સહાય, JEE, GUJCET, NEET પરીક્ષા માટે કોચીંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય વગેરે..

આ લેખ માં તમને Bin Anamat Videsh Abhyas loan યોજના વિષે માહિતી જાણવા મળશે કે વિદેશ અભ્યાસ લોનયોજના શું છે?, તેનો હેતુ,વિદેશ અભ્યાસ લોન યોજના ના લાભ, જરૂરી ડોક્યુમેંટ્સ અને વિદેશ અભ્યાસ લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? તે સંપૂર્ણ માહિતી જોવા મળશે.

વિદેશ અભ્યાસ લોન યોજના 2023 | Videsh Abhyas loan Yojana Gujaratવિદેશ અભ્યાસ લોન યોજના શું છે? – What is Videsh Abhyas loan Gujarat?

ધોરણ-૧૨ પછી ફકત M.B.B.S માટે, ડિપ્લોમા પછી ડીગ્રીમાટે,સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂ.૧૫..૦૦ લાખની Bin Anamat Videsh Abhyas loan નિગમ તરફથી આપવામાં આવશે.

Videsh Abhyas loan Yojana Gujarat Highlight

યોજના નું નામ

વિદેશ અભ્યાસ લોન યોજના

આયોગ નું નામ

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ

લાભાર્થી

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ

મળવાપાત્ર સહાય

રૂા.૧૫,લાખ સુધી

સતાવાર વેબસાઇટ

https://gueedc.gujarat.gov.in/

જિલ્લા હેલ્પલાઈન નંબર

Helpline Number 

Videsh Abhyas loan Yojana નો હેતુ

ગુજરાત માં રહેતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ વિદેશ માં ઉચ્ચ અભ્યાસ કરે તેના માટે આર્થિક રીતે  સહાય આપવામાં માટે તેનો મુખ્ય હેતુ છે. જેથી બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ વિદેશ મા સારું ભણતર મેળવી શકે અને આગળ વધે.


આ પણ વાંચો: 


વિદેશ અભ્યાસ લોન યોજના માટે કોણ લાભ લઈ શકે – Eligibility Of foreign education loan Yojana Gujarat

ગુજરાત રાજ્યમાં બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને foreign education loan Yojana નો લાભ મેળવી શકે છે. આવા વિદ્યાર્થીઓ પાસે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ધરાવતા હોવું ફરજિયાત છે. ધોરણ- 12 માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય એવા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ લોન યોજના નો લાભ લઈ શકે છે.


વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.


લોન માટેનાં જામીન / દસ્તાવેજ:

 • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.

 • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

 • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે

લોનની પરત ચુકવણી:

 • રૂપિયા 5 લાખ સુધી લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

 • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.

 • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.


આવક મર્યાદા : બિન અનામત જાતિના વિદ્યાર્થીઓ ની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6,00.000 ( લાખ) થી ઓછી હોવી જોઈએ.


આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવી ?


વિદેશ અભ્યાસ લોન યોજના દ્વારા મળવાપાત્ર સહાય – Benefits Of foreign education loan Yojana Gujarat

ગુજરાત માં વસતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ માં ૬૦% ટકા કે તેથી થી વધુ મેળવેલ હોય એવા વિદ્યાર્થીઓને તબક્કા વાર  રૂ.૧૫,૦૦૦૦૦/- આર્થિક સહાય આપવામાં આવશે.

વિદેશ અભ્યાસ લોન યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Videsh Abhyas loan Yojana Documents Gujarat

 • 1.  નિયત નમુનાનું અરજીપત્રક

 • 2. બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર

 • 3. આધારકાર્ડ ની નકલ

 • 4. આવકનું પ્રમાણપત્ર

 • 5. એડમીશન લેટર

 • 6. ધોરણ- 12 અને તે પછીના અભ્યાસની માર્કશીટની નકલ

 • 7. ધોરણ – 10 અને 12 ની માર્કશીટ

 • 8. શાળા છોડ્યાનો દાખલો ( LC )

 • 9. પાસપોર્ટની નકલ

 • 10. વિઝાની નકલ ( Visa Copy )

 • 11. એર ટીકીટ ( Air Ticket )

 • 12. દર વર્ષે ભરવાની થતી / ભરેલ ફી(Fees) નો પુરાવો

 • 13. અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ

 • 14. ગીરોખત / બોજાનોંધ અને 5 બેંક ચેક

 • 15. પરિશિષ્ટ-3 મુજબ પિતા/વાલી મિલકત મોર્ગેજ (Property mortgage) કરવાની સંમતિપત્ર

 • 16. પરિશિષ્ટ-1 મુજબ જામીનદારની મંજુરી અને Property valuation report અને મિલકતના આધારો.

 • Bin-Anamat Loan માટેનાં દસ્તાવેજો/જામીન

 • આખા અભ્યાસક્રમની લોનની કુલ રકમ રૂપિયા 7.50 લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની અરજદાર વિદ્યાર્થીએ પોતાના કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.

 • દરેક લોન લેનારે નિગમની તરફેણ(નિગમ માટે)માં સહી કરેલા 5(પાંચ) પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે


આ પણ વાંચો : 


વિદેશ અભ્યાસ લોન યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Videsh Abhyas loan Yojana Apply Online In Gujarat

STEP 1 : સૌપ્રથમ તમારે નિગમ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમને તેમાં Scheme નામનું એક મેનુ જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 2 : ત્યારબાદ તેમાં વિદેશ અભ્યાસ લોન (Foreign education loan Scheme)ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 3 : ત્યારબાદ તમને તેમાં વિદેશ અભ્યાસ લોન યોજના વિશે થોડી માહિતી જ જોવા મળશે ત્યારબાદ નીચે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 4 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને લોગીન આઈડી અને પાસવર્ડ માંગશે.


જો તમે પહેલી વખત જ આ વેબસાઈટ ઉપર આવો છો અને રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે સૌ પ્રથમ તમારે ઇ-મેલ આઇડી મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમે લોગીન કરી શકશો.


STEP 5 : હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જે પણ યોજનામાં તમે અરજી કરવા માંગતા હોય તેમાં Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 6 : પછી તમારે વિદ્યાર્થીઓ પોતાના વિદેશ અભ્યાસ લોન ની તથા પોતાના સંપર્ક ની વિગતો ભરવાની રહેશે અને Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 7 : બધી વિગતો ભર્યા બાદ તમારે હવે પાસપોર્ટ સાઈઝ ફોટો – સિગ્નેચર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.


આ પણ વાંચો : જાણો ફોટા ની સાઈઝ કેવી રીતે ઓછી કરવી?


STEP 8 : ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે હવે અરજીને કન્ફર્મ કરવાની રહેશે તે માટે Confirm Application ઉપર ક્લિક કરવાનું રહેશે.


STEP 9  : અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી સામે એપ્લિકેશન નંબર જોવા મળશે તે તમારે કોઈપણ સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવો.


નોંધ : ઓનલાઇન અરજી કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે અને જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તેટલા બધા જ ડોક્યુમેન્ટ તમારે જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક જિલ્લા સમાજ કલ્યાણ ખાતામાં રૂબરૂ અથવા કુરિયર દ્વારા મોકલવાના રહેશે.

વિદેશ અભ્યાસ લોન યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્રશ્ન 1 : વિદેશ અભ્યાસ લોન કયા અભ્યાસના વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે?

જવાબ : બિન અનામત વર્ગના વિદ્યાર્થી કે જે વિદેશ માં ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તેને લોન મળવાપાત્ર છે.


પ્રશ્ન 2 : વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે વધુમાં વધુ કેટલી ટકાવારી હોવી જોઈએ?

જવાબ :  વિદેશ અભ્યાસ લોન સહાય મેળવવા માટે ધોરણ 12 માં 60% કે તેથી વધુ હોવા જરૂરી છે.


પ્રશ્ન 3 : વિદેશ અભ્યાસ લોન યોજનામાં લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? 

જવાબ : રૂપિયા 6 લાખથી ઓછી 


પ્રશ્ન 4 : વિદેશ અભ્યાસ લોન માં કેટલી રકમ મળવા પાત્ર છે?

જવાબ : વધુ માં વધુ રૂ.૧૫૦૦૦૦૦ સુધી