7 પાસ માટે વાપી નગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 14-08-2023

વાપી નગરપાલિકામાં ભરતી @ vapimunicipality.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 7 પાસ માટે ગુજરાતમાં જ સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

વાપી નગરપાલિકામાં ભરતી 2023

સંસ્થાનું નામ વાપી નગરપાલિકા
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ 15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ vapimunicipality.com

વાપી નગરપાલિકામાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન વાપી નગરપાલિકા ઘ્વારા 15 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓગસ્ટ 2023 છે.

વાપી નગરપાલિકામાં ભરતી માટે પોસ્ટનું નામ

વાપી નગરપાલિકા દ્વારા ક્લાર્ક, વોલમેન, ફાયરમેન, મુકાદમ, મેલેરિયા વર્કર, વાયરમેન, માળી, ફાયર ઓફિસર તથા સમાજ સંગઠકની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

વાપી નગરપાલિકામાં ભરતી માટે કુલ ખાલી જગ્યાઓ

વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ક્લાર્કની 06, વોલમેનની 02, ફાયરમેનની 05, મુકાદમની 06, મેલેરિયા વર્કરની 01, વાયરમેનની 01, માળીની 01, ફાયર ઓફિસરની 01 તથા સમાજ સંગઠકની 01 જગ્યા ખાલી છે.

વાપી નગરપાલિકામાં ભરતી માટે પગારધોરણ

વાપી મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ક્લાર્ક રૂપિયા 19,900 થી 63,200
વોલમેન રૂપિયા 14,800 થી 47,100
ફાયરમેન રૂપિયા 15,700 થી 50,000
મુકાદમ રૂપિયા 15,000 થી 47,100
મેલેરિયા વર્કર રૂપિયા 19,900 થી 63,200
વાયરમેન રૂપિયા 15,700 થી 50,000
માળી રૂપિયા 14,800 થી 47,100
ફાયર ઓફિસર રૂપિયા 29,200 થી 92,300
સમાજ સંગઠક રૂપિયા 25,500 થી 81,100

વાપી નગરપાલિકામાં ભરતી માટે લાયકાત

વાપી નગરપાલિકાની આ ભરતીમાં કઈ પોસ્ટ પર જરૂરી લાયકાત શું છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પોસ્ટનું નામ લાયકાત
ક્લાર્ક ધોરણ-12 પાસ તથા અન્ય
વોલમેન ધોરણ-10 પાસ તથા અન્ય
ફાયરમેન ધોરણ-12 પાસ તથા અન્ય
મુકાદમ ધોરણ-07 પાસ તથા અન્ય
મેલેરિયા વર્કર ધોરણ-12 પાસ તથા અન્ય
વાયરમેન ધોરણ-10 પાસ તથા અન્ય
માળી ધોરણ-07 પાસ તથા અન્ય
ફાયર ઓફિસર કોઈપણ સ્નાતક તથા અન્ય
સમાજ સંગઠક એમ.એસ.ડબલ્યુ તથા અન્ય

વાપી નગરપાલિકામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

વાપી નગરપાલિકામાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • તથા અન્ય

વાપી નગરપાલિકામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વાપી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ @ vapimunicipality.com પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, તાલુકો-વાપી, જિલ્લો-સુરત છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વાપી નગરપાલિકામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.