પંડિત દિનદયાળ આવાસ યોજના ૨૦૨૪ ઓનલાઇન અરજી કરી રૂ.૧,૨૦,૦૦૦/- સહાય સીધી બેંક ખાતા મેળવો

પંડિત દિનદયાળ આવાસ યોજના ૨૦૨૪: ગુજરાત સરકાર દરેક નાગરિકને “ઘરનુ ધર” મળે તેના માટે કટિબધ્ધ છે. જે અંતર્ગત પંડિત દિનદયાલ આવાસ યોજના અંતર્ગત ઘર વિહોણા લોકોને રૂ.૧,૨૦,૦૦૦/-ની નાણાકિય સહાય સીધી તેના બેંક ખાતામાં આપવામાં આવે છે. જેના માટે સકારની ઓફિશિયલ વેબસાઇટ: https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની જરૂરી પ્રોસેસ, ડોક્યુમેન્ટની યાદી,પાત્રતા વગેરે વિગતોની સવિસ્તાર સમજ મેળવી લાભ મેળવીએ.

પંડિત દિનદયાળ આવાસ યોજના ૨૦૨૪ની ટુંકમાં માહિતી

યોજનાનું નામ પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત ૨૦૨૪
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
યોગ્યતાના માપદંડ નવા સુધારા મુજબ આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.
સહાયનું ધોરણ રૂ.1,20,000/- ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં
સત્તાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in

સહાયનું ધોરણ:

સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.

કોને મળશે સહાય ? પાત્રતા અથવા આવક મર્યાદા:

આ પંડિત દિનદયાળ યોજનાનો લાભ લેવા લાભાર્થીની આવક મર્યાદા: ૬,૦૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.

આવાસ પુર્ણ કરવાની મર્યાદા:

આ યોજનામાં મંજુર થયેલ આવાસને (મકાન) બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.

જરૂરી ડોક્યુમેન્ટની યાદી:

જો આપને પંડિત દિનદયાળ આવાસ યોજના ૨૦૨૪ અંતર્ગત લાભ લેવા માટે નીચે મુજબના દ્સ્તાવેજ(ડોક્યુમેન્ટ)ની જરૂર રહેશે.

 • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
 • આવકનો દાખલો
 • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
 • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
 • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
 • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
 • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
 • BPLનો દાખલો
 • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
 • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
 • પાસબુક / કેન્સલ ચેક
 • અરજદારના ફોટો

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

આ આવાસ યોજનાની અરજી કરવા માટે નીચેના સ્ટેપ મુજબ જરૂરી પ્રોસેસ કરવાને એ

 • સૌ પ્રથમ સરકારની ઓફિશિયલ વેબસાઇટ:https://esamajkalyan.gujarat.gov.in ઓપન કરો અથવા આ આર્ટિકલની નીચે આપેલ સિધી લિંક પર ક્લિક કરો.
 • ઈ-સમાજકલ્યાણ પોર્ટલ પર નોંધણી કરવા માટે કૃપા કરીને અહીં નોંધણી કરો લિંક પર ક્લિક કરો.
 • આ ફોર્મેટ તમને સમાજકલ્યાણ પોર્ટલ પર નોંધણી કરવાની મંજૂરી આપશે.
 • સંપૂર્ણ માહિતી પછી રજીસ્ટર બટન પર ક્લિક કરો.રજિસ્ટર બટન પર ક્લિક કર્યા પછી, તેમાં તમારું નામ, જન્મ તારીખ અને જાતિની માહિતી હશે.
 • જો માહિતી સાચી હોય તો Confirm બટન પર ક્લિક કરો.
 • જો માહિતી સાચી ન હોય તો ફરીથી માહિતી બદલવા માટે કેન્સલ બટન પર ક્લિક કરો અને રજીસ્ટર પર ક્લિક કરો.
 • નોંધણી પછી, યુઝર આઈડી અને પાસવર્ડ SMS અથવા MAIL દ્વારા મોકલવામાં આવશે.
 • લોગિન કર્યા પછી, તમારી પ્રોફાઇલમાં માહિતી પૂર્ણ કરો, નવું પૃષ્ઠ વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ સાથે ભરવામાં આવશે.

What is E-Samaj kalyan Portal?

The Gujarat Social Justice and Empowerment Department (SJED) has launched a new portal to promote the economic growth and development of the poor and disadvantaged people. The SJED promotes the economic and financial development of individuals from Scheduled Castes, the poor, and other marginalized groups in our nation.

The highlight of the e-Samajkalyan portal is that all the categories of people, including economically backward classes, Scheduled casts, orphans, Minority community, elderly, and physically and mentally challenged citizens, are offered financial assistance.

How Can I Track My SJED Registration?

 • Go to www.esamajkalyan.gujarat.gov.in to access the E-Samaj Kalyan site.
 • Navigate to the bottom of the page and select the link “Know Your Application Status.”
 • Insert the application number and date of birth in the given format and hit the submit button. Now you will be able to track your SJED registration.

We hope you were able to get all of the information you needed about the E-Samaj Kalyan Gujarat portal. Here are a few crucial contact details for the E-Samajkalyan yojana in case you want more assistance.

મહત્વપૂર્ણ લિંક:

FAQ

પંડિત દિનદયાળ આવાસ યોજના ૨૦૨૪ માં કેટલી સહાય મળશે ?

રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાય સીધી બેંક ખાતામાં મળશે.

પંડિત દિનદયાળ આવાસ યોજના ૨૦૨૪ અરજી કયા પોર્ટલમાં કરવી ?

ઓફિશિયલ વેબસાઇટ: https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.