ચાંદ પર ઉતરતા જ વિક્રમે મોકલી ચાંદની પહેલી તસ્વીર

ચાંદ પર ઉતરતા જ વિક્રમે મોકલી ચાંદની પહેલી તસ્વીર : ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરી ઈતિહાસ રચી દીધો છે. તેવામાં લેન્ડર વિક્રમે ચંદ્ર પર પહોંચતા જ પોતાનું કામ શરૂ કરી દીધું છે. વિક્રમે લેન્ડ થતા સમયનો ફોટો મોકલ્યો છે.

જણાવી દઈએ કે, લેન્ડર અને MOX-ISTRAC, બેંગલુરુ વચ્ચે સંચાર લિંક સ્થાપિત કરી દેવાઈ છે.  આ ફોટો લેન્ડર હોરિજોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવાયો છે. ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રની ધરતી પર પગ મૂક્યો છે. 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્ર પર ઉતર્યા બાદ તેનું કામ શરૂ કરી દીધું છે.

ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચ્યા બાદ ચંદ્રની પ્રથમ તસવીર મોકલી છે. આ તસવીરો જોઈને ખબર પડે છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં ઘણા મોટા ખાડાઓ છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

ચાંદ પર ઉતરતા જ વિક્રમે મોકલી ચાંદની પહેલી તસ્વીર

તમને જણાવી દઈએ કે આજે સાંજે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગ મૂક્યો છે અને અવકાશ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચ્યો છે. આ સમયે, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યા છે અને ચંદ્રની રહસ્યમય દુનિયા વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે.

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારા દુનિયાના ચોથો દેશ ભારત બની ચૂક્યો છે. ચંદ્રયાનનું લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપુર્વક લેન્ડ થઈ ચૂક્યું છે. ત્યારે, ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ ISROએ ટ્વિટ કર્યું છે.

ISRO તરફથી ટ્વિટ કરાયું છે કે, ભારત, હું પોતાની મંજિલ પર પહોંચી ચૂક્યો છું અને તમે પણ. ચંદ્રયાન-3 મુન પર સફળતાપુર્વક લેન્ડ થઈ ચૂક્યું છે. શુભકામનાઓ ભારત.

ચંદ્રયાન 3 મિશનનો ઉદ્દેશ શું ?

  • ચંદ્રના વાતાવરણમાં થતા તાપમાનના ફેરફાર નોંધવા.
  • ચંદ્રની સપાટી ઉપર સોલાર પવનોની અસર નોંધવી.
  • ચંદ્રની સપાટી પર પાણીની શક્યતા, ખનીજોની ઉપલબ્ધતાની તપાસ કરશે.
  • ચંદ્ર પર બરફનું પ્રમાણ અને ભૂકંપની શક્યતાઓ અને ભવિષ્યના મિશન માટેની યોજનાઓ સાકાર કરવાની શક્યતા તપાસશે.

2-4 કલાકમાં લેન્ડરથી બહાર આવશે રોવર

ISRO ચીફ એસ. સોમનાથ જણાવ્યું કે, 2-4 કલાકમાં વિક્રમ લેન્ડરથી રોવર પ્રજ્ઞાન બહાર આવશે. આ તેના પર નિર્ભર કરે છે કે, લેન્ડિંગ વાળી જગ્યા પર ધૂળ કેવી જામે છે. ત્યારબાદ ઈસરો ચાર્જેબલ બેટરી દ્વારા રોવરને જીવિત રાખવાના પ્રયત્નો કરશે.

જો આ સફળ રહ્યું તો, રોવરનો આગામી 14 દિવસ માટે ઉપયોગ કરી શકાશે, જ્યારે આગામી સૂર્યોદય ચંદ્રની સપાટી પર શરૂ થશે. જણાવી દઈએ કે, પૃથ્વીના 14 દિવસ બરાબર ચંદ્રનો એક દિવસ થાય છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ચાંદ પર ઉતરતા જ વિક્રમે મોકલી ચાંદની પહેલી તસ્વીર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!