ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, ગુજરાત રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરાશે, અહીં જાણો માહિતી

Rate this post

તલાટી ભરતી 2023 : રાજ્યમા યુવાનો ની સરકારી નોકરી માટે તલાટી બનવુ એ પહેલી પસંદગી હોય છે. રાજ્યમા અવારનવાર તલાટી, શિક્ષક, પોલીસ વગેરે માટે મોટી ભરતીઓ સરકાર કરે છે. Talati Bharti 2023 રાજયમા તલાટી અને જુનીયર ક્લાર્ક માટે પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB દ્વારા મોટી ભરતી કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામા આવી હતી અને આ ભરતીની કામગીરી હાલ અંતિમ તબક્કામા છે. ત્યારે તલાટીની વધુ એક મોટી ભરતી આવનાર છે. ચાલો જાણીએ તલાટી ભરતીની વિગતવાર માહિતી.

તલાટી ભરતી 2023

ભરતી સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યા તલાટી કમ મંત્રી
આર્ટીકલ પ્રકાર તલાટી ભરતી
અંદાજીત જગ્યાઓ 3077
ફોર્મ ભરવાની તારીખ હજુ જાહેર થયેલ નથી
ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in

3077 જગ્યાઓ માટે તલાટીની ભરતી થશે

Gujarat Talati Bharti 2023. તલાટી ભરતીની ઘણા યુવાનો રાહ જોતા હોય છે. અને તલાટી પરીક્ષા માટે તૈયારી કરત હોય છે. તલાટી બની પંચાયત વિભાગમા જોડાઇને કારકિર્દી બનાવવી એ દરેક યુવાનનુ સપનુ હોય છે. ત્યારે હાલ ચાલી રહેલી તલાટીની મોટી ભરતીનુ ફાઇનલ સીલેકશન લીસ્ટ પણ જાહેર કરી દેવામા આવ્યુ છે. અને વધુ એક તલાટીની મોટી ભરતી આવી રહિ છે. મુખ્યમંત્રી કક્ષાએથી આ નવી ભરતીને સૈધ્ધાંતિક મંજુરી પણ આપી દેવામા આવી છે. ત્યારે ક્યારે ભરતી આવશે, કેટલી ભરતી આવશે, શૈક્ષણિક લાયકાત શું હશે તે વિગતવાર ભરતી જાહેરાત આવ્યા બાદ જ ખ્યાલ આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય

રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારે કરતા યુવાનો માટે આનંદના સમાચાર આવી ગયા છે. (Talati Bharti 2023) રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કક્ષાએથી આ ભરતીને સૈદ્ધાંતિક મંજૂરી વિભાગને આપી દેવામા આવી છે. ટૂંક સમયમાં પંચાયત વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામા આવનાર છે.

ગુજરાત પોલીસમાં પણ મોટી ભરતી થશે

રાજ્યના પોલીસ વિભાગમાં પણ મોટી ભરતી આવી રહી છે. તેના ભાગરૂપે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલસાહેબને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની ભરતી બહાર પાડી પરીક્ષા યોજશે.

છેલ્લે તલાટી, એલઆરડી, જુનીયર કલાર્ક જેવી ભરતીઓમા લેવામા આવેલી પરીક્ષાઓમાં હસમુખ પટેલે નિભાવેલી જવાબદારીથી પેપર ફૂટવાની અને ગેરરીતીની ઘટનાઓ પર સંપૂર્ણ બ્રેક લાગી છે. હસમુખ પટેલ સાહેબની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારી તરીકેની છે. ઉલ્લેખનીય છે કે હસમુખ પટેલ સાહેબે તલાટી અને જુનીયર ક્લાર્ક ની ભરતીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખુબ જ પારદર્શક અને માઇક્રો પ્લાનીંગ સાથે કોઇ ગેરરીતી વગર આયોજન કર્યુ હતુ.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તલાટી ભરતી 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.