Divyang Lagn Sahay Yojana। દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2023

Are You Looking for Divyang Lagn Sahay Yojana @ esamajkalyan.gujarat.gov.inશું તમે દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2023 વિષે પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના :ગુજરાત માં વસતા દિવ્યાંગ ભાઈ બહેનો માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ યોજનાઓ માં દિવ્યાંગ વ્યક્તિ માટે લગ્ન સહાય યોજના મુકવામાં આવી છે.

Divyang Lagn Sahay Yojana : આ યોજના થકી દિવ્યાંગ વ્યક્તિને લગ્ન કરવામાં થતાં ખર્ચ ને તેમને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય દ્વારા દિવ્યાંગ યુગલ સારી રીતે લગ્ન કરી શકે છે.

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

દિવ્યાંગ લગ્ન સહાય યોજના એ ગુજરાતમાં રહેતા ૨૧ વર્ષથી ઉપરનો પુરૂષ અને ૧૮ વર્ષથી ઉપરની સ્ત્રી ના લગ્ન માં આવતા ખર્ચ ના લીધે તેમને લગ્ન કરવાં માટે આર્થિક રીતે નાણાકીય મદદ કરવામાં આવે છે.

આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે રૂ.૫૦,૦૦૦/- + રૂ.૫૦,૦૦૦/- મળીને કુલ રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. તેમજ સામાન્ય વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે રૂ.૫૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

Table of Divyang Lagn Sahay Yojana

યોજનાનું નામ  દિવ્યાંગ લગ્ન સહાય
કોના દ્વારા શરૂ કરવામાં આવી  ગુજરાત સરકાર દ્વારા
વિભાગ નિયામક સમાજ સુરક્ષા
લાભાર્થી ગુજરાતના દિવ્યાંગ લોકો
મળવાપાત્ર સહાય  રૂ.૧,૦૦,૦૦૦/- સુધી ની સહાય
સત્તાવાર વેબસાઇટ  @ esamajkalyan.gujarat.gov.in
જીલ્લા હેલ્પલાઈન નંબર 07923253266

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે દિવ્યાંગ વ્યક્તિને આર્થિક રીતે મદદ કરવાનો છે. આ આર્થિક સહાય થી દિવ્યાંગ વ્યક્તિ સારી રીતે લગ્ન કરી શકે છે. દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિને લગ્ન કરવા માટે રૂ.૧,૦૦,૦૦૦/- સુધી ની સહાય આપવામાં આવે છે. તેમજ સામાન્ય વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિને રૂ.૫૦,૦૦૦ સુધી ની સહાય આપવામાં આવતી હોય છે.

Benefit for Divyang Lagn Sahay Yojana

આ યોજનાનો લાભ નીચે મુજબ મળવાપાત્ર થશે:

  • દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે ત્યારે યુગલ દીઠ રૂ.૫૦,૦૦૦/- + રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦/- સુધી ની સહાય આપવામા આવે છે.
  • જે સામાન્ય વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેમને રૂ.૫૦,૦૦૦/- સુધીની સહાય મળવાપાત્ર થશે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ કોને મળે

દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે નીચે મુજબ પત્રતા અને શરતો છે:

  • કન્યાની ઉંમર ૧૮ વર્ષથી વધું  અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધું હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત યુગલ દીઠ મળવાપાત્ર રહેશે.
  • આ યોજનામાં લગ્ન થયાની તારીખ થી 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
  • બે અલગ અલગ જિલ્લામાં રહેતી દિવ્યાંગ વ્યક્તિના લગ્નના કિસ્સામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા માટેની અરજી દંપતીએ લગ્ન બદના દિવ્યાંગ દંપતીના કાયમી વસવાટના જિલ્લામાં કરવાની રહેશે.
  • દિવ્યાંગ અરજદાર અન્ય  રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં બન્ને દિવ્યાંગ પતિ-પત્નીને આ યોજનાનો લાભ નિયત પુરાવા રજુ કર્યેથી મળવાપાત્ર રહેશે. દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવાં કિસ્સામાં અરજદાર સ્ત્રી પાસેથી જિલ્લા સમાજ  સુરક્ષા અધિકારીએ સ્ત્રી લાભાર્થીએ તેના રાજ્યમાંથી દિવ્યાંગ લગ્ન સહાય મેળવેલ નથી તે અંગેની બાંહેધરી મેળવી લેવાની રહેશે.

આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની ટકાવારી અને દિવ્યાંગતા

ક્રમ  દિવ્યાંગતાનો પ્રકાર દિવ્યાંગતાની ટકાવારી
1. અંધત્વ, ઓછી દ્રષ્ટિ, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, રક્તપિત-સાજા થયેલ, એસિડના હુમલાનો ભોગ બનેલા, હલન ચલન સાથેની અશકતા, સેરેબલપાલ્સી, વામાનતા, બહુવિધ સક્લેરોસીસ, શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ ૪૦ ટકા કે તેથી વધુ
2. સાંભળવાની ક્ષતિ ૭૧ થી ૧૦૦ ટકા
3. ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઈજા, જીવલેણ રક્ત સ્ત્રાવ, ધ્રુજારી, સ્નાયુબદ્ધ કઠોરતા, બૌદ્ધિક અસમર્થતા, હિમોગ્લોબીનની ઘટેલી માત્રા, દીર્ઘ કાલીન અનેમિયા, માનસિક બીમારી, ખાસ અભ્યાસ સબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશક્તતા, ચેતાતંત્ર – ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ ૫૦ ટકા કે તેથી વધું

Required Documents Of Divyang Lagn Sahay Yojana 

આ યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:

  • કુમાર અને કન્યાનો દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતો દાખલો
  • રહેઠાણ નો પુરાવો (લાઈટ બિલ, ચૂંટણીકાર્ડ, ભડાકરાર, રેશનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી કોઈ પણ એક)
  • કુમાર અને કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • વર અને કન્યાના લગ્ન સમયના સંયુક્ત ફોટા
  • લગ્ન કંકોત્રી
  • બેન્ક પાસબુક
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર

દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે @ esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે “New User” પર ક્લિક કરવાનું રહેશે.
  • તેમજ સૌપ્રથમ નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવું રજીસ્ટ્રેશન કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • ઉપર મુજબ બધી જ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે.
  • ત્યાર પછી Id અને Password તમારા મોબાઈલ માં આવશે.
  • ત્યાર પછી તે Id અને Password થી ઉપર દર્શાવ્યા પ્રમાણે લોગીન કરવાનું રહેશે.
  • ત્યાર પછી નીચે મુજબ બધીજ યોજનાઓ જોવા મળશે.
  • ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “દિવ્યાંગ લગ્ન સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • તે યોજના પર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે નવું પેજ ઓપન થશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે “OK” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • “OK” બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ઓપન થશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે અરજદારે પોતાની બધી જ વિગતી ભરવાની રહેશે.
  • આ બધી વિગતોમાં દર્શાવ્યા પ્રમાણે “અરજદારની વ્યક્તિગત માહિતી”, ”આરજદારની અન્ય વિગતો”, “ડોકયુમેન્ટ અપલોડ” અને લાસ્ટ માં “એકરારનામુ” વગેરે જેવી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર પછી લાસ્ટ “Save Application” પર ક્લિક કરીને અરજી સબમિટ કરવાની રહશે.
  • અરજી સબમિટ કરશો એટલે “અરજી નંબર” જનરેટ થશે.
  • આ અરજી નંબર થી અરજદાર પોતાની અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકે છે.

Important Link

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Divyang Lagn Sahay Yojana। દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!