ઘરે બેઠા મોબાઈલ થી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો

Ayushman Card Download 

તમે પણ ઘરે બેઠા બેઠા મોબાઈલ થી નીચે આપેલ 3 રીતે આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો, તેના માટે નીચે આપેલ સંપૂર્ણ માહિતી વાંચો.

  1. PMJAY SETU વેબસાઈટ દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો 
  2. BIS દ્વારા Download Ayushman Card
  3. હોસ્પિટલોમાં જઈને આયુષ્માન કાર્ડ મેળવવું

1.PMJAY SETU વેબસાઈટ દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

  1. STEP 1 : સૌપ્રથમ ઉમેદવારોએ નેશનલ હેલ્થ ઓથોરિટીની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. https://setu.pmjay.gov.in/setu
  2. STEP 2 : જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા Register પર ક્લિક કરી ને સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું પડશે અને આધાર કેવાયસી કરવી પડશે અને ત્યાર બાદ લોગીન કરવું પડશે.

(ત્યાં જો તમે પહેલા થી જ આઇડી બનાવેલું છે તો ડાયરેક્ટ Download Card પર ક્લિક કરીને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓનલાઇન કરી શકો છો.)

  1. STEP 3 : રજીસ્ટ્રેશન કર્યા પછી હોમ પેજમાં જઈને આધાર કાર્ડ સાથે Do Your KYC પર ક્લિક કરીને KYC કરવાની રહેશે. ત્યાર બાદ હોમપેજ માં જઈને મોબાઈલ નંબર દાખલ કરો અને સાઇન ઇન પર ક્લિક કરો.
  2. STEP 4 : ત્યાર બાદ verify પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારા આધાર સાથે લિંક મોબાઈલ માં OTP આવશે.
  1. STEP 5 : પછી નવા પેજ પર જશો જેમાં તમે રાજ્ય, શહેર અથવા ગામડું સિલેક્ટ કરી ને તમારું નામ ચેક કરી શકો છો કે તમારું નામ આયુષ્માન ભારત યોજના માં છે કે નહિ, પછી તમારે ઉપર ત્રણ ડોટ પર ક્લીક કરવાનું રહેશે અને Download Ayushman Card પર ક્લિક કરવાનું રહેશે .
  1. STEP 6 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમે 2 ઓપ્શન આપવામાં આવશે 1. village /Town wise 2. HHID
  2. STEP 7: જો તમારી પાસે 24 અંક નો HHID નંબર છે તો HHID સિલેક્ટ કરો અને જો HHID નથી તો તમારું નામ શહેર અથવા ગામ (village /Town wise) ના લિસ્ટ માંથી ચેક કરવું છે

1.Village/Town Wise દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

જો તમે ગામડા માં રહો છો તો Rural અને શહેર માટે Urban સિલેક્ટ કરવાનું રહેશે   વિગતો ભર્યા પછી, આખું લિસ્ટ ખુલશે તેમાં તમારે તમારું નામ સર્ચ કરવાનું રહેશે. જો તમારું નામ છે, તો તમે સૂચિમાં નામ ચકાસી શકો છો.

2.HHID દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

જો તમે ગામડા માં રહો છો તો Rural અને શહેર માટે Urban સિલેક્ટ કરવાનું રહેશે, HHID તમારે દાખલ કરવાના રહેશે અને ત્યાર બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે.

  1. STEP 8 : ત્યારબાદ જે પણ નામ તમે સર્ચ કર્યું હશે તેનું લિસ્ટ બતાવશે અને જે જે પણ લોકો ના આયુષ્માન કાર્ડ બની ગયેલા હશે તેમાં તમને Card Status માં Complete લખેલું આવશે.
  1. STEP 9 : ત્યાર બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તે વ્યક્તિ નો મોબાઈલ નંબર (આયુષ્માન કાર્ડ ની રજીસ્ટ્રેશન પ્રોસેસ કરતી વખતે જે નંબર આપ્યો હોઈ તે) નાખવાનો રહેશે ત્યાર બાદ તેમાં ઓટપ આવશે અને તે OTP સબમિટ કર્યાબાદ તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  2. STEP 10 : OTP દાખલ કર્યાબાદ આયુષ્માન કાર્ડ Download નું ઓપ્શન જોવા મળશે અને PDF ડાઉનલોડ થઇ જશે.

BIS દ્વારા Ayushman Card Download કરો 

  1. સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ વેબસાઇટ પર જવાનું રહેશે. 
  2. ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  3. ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
  4. ચેકબોક્સ સિલેક્ટ કરીને Generate OTP પર ક્લિક કરવાનું રહેશે.
  5. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
  6. ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  7. ત્યાર બાદ તમને pdf માં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

નોંધઃ BIS દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે તેના વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઇ શકશે નહિ.

3. હોસ્પિટલોમાં જઈને આયુષ્માન કાર્ડ કેવી રીતે મેળવવું?

તમે ખાનગી હોસ્પિટલમાં જઈને પણ આયુષ્માન કાર્ડ મેળવી શકો છો અનેઆયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરાવી શકો છો .

  1. લાભાર્થીઓ ખાનગી હોસ્પિટલોમાં જઈને પણ આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ મેળવી શકે છે.
  2. આ માટે સૌથી પહેલા તમારી નજીકની હોસ્પિટલમાં જાવ.
  3. ત્યાં તમારે તમારી સાથે સંબંધિત દસ્તાવેજો લઈ જવા પડશે.
  4. હવે તમારે ત્યાં તમારી આયુષ્માન યોજના સૂચિમાં તમારું નામ ચેક કરાવો.
  5. જો તમારું નામ યાદીમાં હોય તો લાભાર્થી હોસ્પિટલની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
  6. પછી થોડા દિવસો પછી લાભાર્થી તે જ હોસ્પિટલમાં જઈને આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ મેળવી શકે છે.

Important links

conclusion

આ લેખ દ્વારા, અમે તમને Ayushman Card Download સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ