આજે ચાર રાજ્યોની ચૂંટણી પરિણામ જાહેર ક્યાં કોની સરકાર બનશે જુઓ લાઈવ અપડેટ » Ojas Adda

આજે 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થવાના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. 8.30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થશે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ

છત્તીસગઢની 90 બેઠકોના ચૂંટણી પરિણામ આવવાનો છે. જ્યાં 1181 ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં કેદ થયો છે જે આજે ખુલવાનો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેમાં પ્રથમ 5139 પોસ્ટલ બેલેટની ગણતરી થશે, 8.30 વાગ્યાથી EVM મતોની ગણતરી શરૂ થશે. છત્તીસગઢમાં 72% મતદાન નોંધાયુ હતુ. અત્રે જણાવીએ કે, છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કડી ટક્કર છે. જ્યાં 2,03,80,079 મતદાતા છે તેમજ 33 કેન્દ્રો પર મત ગણતરી થશે.

કયા રાજ્યમાં કેટલું મતદાન નોંધાયું?

  • રાજસ્થાન વિધાન સભા ચૂંટણી માટે 27 નવેમ્બર 2023ના રોજ મતદાન થયું હતુ, જેમાં 75.45 ટકા રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું હતુ.
  • છત્તીસગઢમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 70.87 ટકા મતદાન નોંધાયું હતુ.
  • મધ્ય પ્રદેશમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 71.11 ટકા મતદાન નોંધાયું હતુ
  • તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થયું હતુ, જેમાં પાંચ વાગ્યા સુધીમાં 71.34 ટકા મતદાન નોંધાયું હતુ

લાઈવ રિઝલ્ટ જોવા માટેની લિંક