GSRTC ડ્રાઈવર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે ઓનલાઈન અરજી

 GSRTC ડ્રાઈવર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે ઓનલાઈન અરજી

GSRTC ડ્રાઈવર ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ટોટલ 4062 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી, ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે અરજી.

GSRTC ડ્રાઈવર ભરતી 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તેની ઓફિશ્યલ વેબસાઈટ પર નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 12 પાસ ઉમેદવાર ડ્રાઈવર ની ટોટલ 4062 જગ્યાઓ માટે તારીખ 07.08.2023 થી 06.09.2023 સુધી https://ojas.gujarat.gov.in/ વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

GSRTC ડ્રાઈવર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે ઓનલાઈન અરજી

GSRTC ડ્રાઈવર ભરતી 2023 લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ માંગેલું છે, અને ઉંચાઈ ની વાત કરીએ તો ઓછામાં ઓછી 162 સે.મી (અનુ.જનજાતિના કિસ્સામાં 160 સે.મી) માંગેલ છે.

તેમજ લાયસન્સની વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે, તથા હેવી ડ્રાઈવીંગ લાયસન્સ ઓછામાં ઓછુ 4 વર્ષ જુનું હોવું જરૂરી છે, બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહિ તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષના અનુભવનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહેશે.

GSRTC ડ્રાઈવર ભરતી 2023 વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 33 + 1 = 34 વર્ષ (સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : સીઆરઆર /11/2021/450900/ગ.પ. તા. 29.09.2022 માં કરેલ જોગવાઈ મુજબ તા.01.09.2022 થી તા.31.08.2023 સુધીના સમયગાળા સુધી પ્રસિદ્ધ કરેલ જાહેરાતમાં ઉપલી વય મર્યાદા માં એક વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.). અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

GSRTC ડ્રાઈવર ભરતી 2023 પગાર ધોરણની વાત કરીએ તો પાંચ વર્ષ માટે રૂપિયા 18,500/- ફિક્સ પગારથી કરાર આધારિત નિમણુક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા મળવાપાત્ર રહેશે નહિ.

GSRTC ડ્રાઈવર ભરતી 2023 અરજી ફી: ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહીત) તમામ ઉમેદવારોએ અરજીપત્રક ફી રૂપિયા 50 + રૂપિયા 9 (GST 18%) કુલ રૂપિયા 59 ભરવાની રહેશે.

ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R.) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા 250/- + પોસ્ટલ ચાર્જ ભરવાનો રહેશે.

ડ્રાઈવિંગ ટેસ્ટ માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ ડ્રાઈવિંગ ટેસ્ટ ફી પેટે રૂપિયા 225 /- ભરવાના રહેશે.

અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં ઉમેદવારોએ જો જનરલ કેટેગરીમાં અરજી કરેલ હશે તો તે પૈકી ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષા / ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવેલ તમામ ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ, સા.શૈ.પ.વર્ગ અને માજી સૈનિક તરીકે અરજી પત્રક ભરેલ હશે તેવા ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી નિયમાનુસાર મુક્તિ આપવામાં આવશે. જે ઉમેદવારોએ O.M.R પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આપવા ફી ભરવાની થતી હોય તેવા ઉમેદવારોએ O.M R પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અંગેનો કોલલેટર મળ્યેથી નીચેની સુચના મુજબ ફી ભરવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે.

GSRTC ડ્રાઈવર ભરતી 2023

GSRTC ડ્રાઈવર ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની તારીખ 07.08.2023 થી 06.09.2023 સુધી https://ojas.gujarat.gov.in/ વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

GSRTC ડ્રાઈવર ભરતી 2023 અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ છે.

GSRTC ડ્રાઈવર ભરતી 2023 માટે સિલેકશન પદ્ધતિ કઈ રીતે છે?

સિલેકશન પદ્ધતિ ડ્રાઈવિંગ ટેસ્ટ અને લેખિત પરીક્ષા રહેશે.

GSRTC ડ્રાઈવર ભરતી 2023 મહત્વની લીંક: