10 અને 12 પાસ માટે ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી

ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી : ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા 10 તથા 12 પાસ માટે ભરતી બહાર પાડી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા, અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ રીતે કરવી વગેરે જાણવા મળશે તો અમારી તમને વિનંતી છે કે આ લેખમાં અંત સુધી બન્યા રહેજો.

ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી માટે પદનું નામ

રક્ષા મંત્રાલયની સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવેલ માહિતી મુજબ, આ મંત્રાલયમાં સ્ટેનો ગ્રેડ II, LDC, ફાયરમેન, મેસેન્જર, રેન્જ ચૌડીકર, મઝદૂર, માળી, સફાઈવાલા, કૂકની ભરતી થઈ રહી છે.

ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી માટે લાયકાત

રક્ષા મંત્રાલયની સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવેલ માહિતી મુજબ, ઉમેદવારો અરજી કરવા માટે નીચે આપેલ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

  • CSBO ગ્રેડ II: ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
  • કૂક: આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 અથવા સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારોને ભારતીય રસોઈનું જ્ઞાન અને આ ફિલ્ડમાં નિપુણતા પણ હોવી જોઈએ.
  • સ્ટેનો ગ્રેડ II અને LDC: ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
  • બાકીની તમામ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 અથવા સમકક્ષ પાસ કરેલ હોવું આવશ્યક છે.

ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી માટે વય મર્યાદા

રક્ષા મંત્રાલયની સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવેલ માહિતી મુજબ, ઉપલબ્ધ જગ્યાઓ માટે ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. UR અને EWS કેટેગરીના ઉમેદવારો માટે વધુમાં વધુ વય મર્યાદા 25 વર્ષ , OBC ઉમેદવારો માટે 28 વર્ષ , ST/SC ઉમેદવારો માટે 30 વર્ષ અને સરકારી નોકરી કરી રહેલા ઉમેદવારો માટે 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી માટે પગાર

રક્ષા મંત્રાલયની સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવેલ માહિતી મુજબ, સિલેક્ટ થયા બાદ ઉમેદવારોને કેટલું વેતન ચુકવવામાં આવશે તે તમે નીચે મુજબ જોઈ શકો છો.

  • ફાયરમેન અને એલ.ડી.સી: ફાયરમેન અને એલડીસીના પદ પર સિલેક્ટ થયેલ અરજદારને પગાર ધોરણ રૂપિયા 19,900 થી લઇ રૂપિયા 63,200 સુધી માસિક પગાર મળવાપાત્ર રહેશે.
  • CSBO ગ્રેડ II: CSBO ગ્રેડ II ના પદ પર સિલેક્ટ થયેલ અરજદારને પગાર ધોરણ રૂપિયા 21,700 થી લઇ રૂપિયા 69,100 સુધી માસિક પગાર મળવાપાત્ર રહેશે.
  • સ્ટેનો ગ્રેડ II: સ્ટેનો ગ્રેડ II ના પદ પર સિલેક્ટ થયેલ અરજદારને પગાર ધોરણ રૂપિયા 25,500 થી લઈ રૂપિયા 81,100 સુધી માસિક પગાર મળવાપાત્ર રહેશે.
  • અન્ય તમામ પોસ્ટ્સ: બાકીની પોસ્ટ્સના પદ પર સિલેક્ટ થયેલ અરજદારને પગાર ધોરણ રૂપિયા 18,000 થી લઇ રૂપિયા 56,900 સુધી માસિક પગાર મળવાપાત્ર રહેશે.

ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી માટે અરજી ફી

રક્ષા મંત્રાલયની સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવેલ માહિતી મુજબ, ઉમેદવારોએ પોસ્ટલ સ્ટેમ્પના રૂપમાં અરજી ફી તરીકે રૂ. 25 ચૂકવવા પડશે.

ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

રક્ષા મંત્રાલયની સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવેલ માહિતી મુજબ, લેખિત કસોટી (એમ.સી.ક્યુ) અને પ્રાયોગિક/ટ્રેડ/શારીરિક અને કૌશલ્ય પરીક્ષણોના આધારે ઉપલબ્ધ જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી માટે ખાલી જગ્યા

સંરક્ષણ મંત્રાલયમાં સ્ટેનો ગ્રેડ II, LDC, ફાયરમેન, મેસેન્જર, રેન્જ ચૌડીકર, મઝદૂર, માળી, સફાઈવાલા, કૂક ની કુલ ખાલી જગ્યા 37 છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ શકો છો.

ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા

રક્ષા મંત્રાલયની સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ફોર્મેટ અનુસાર ફોર્મ ભરવાનું છે, ઉમેદવારોએ યોગ્યતાના પુરાવા માટે દસ્તાવેજોની ઝેરોક્ષઓ સાથે મોકલવાની રહેશે .

અરજી મોકલવાનું સરનામું રિક્રુટિંગ એજન્સી, HQ PH અને HP (I) સબ એરિયા, અંબાલા કેન્ટ., જિલ્લો – અંબાલા, રાજ્ય – હરિયાણા, પિનકોડ નંબર – 133001 છે. તમે સામાન્ય/રજિસ્ટર્ડ/સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલી શકો છો.

અરજી સાથે જોડાયેલ પરબિડીયું “ ની પોસ્ટ માટે અરજી” તરીકે લખેલું હોવું જોઈએ. ઓફલાઈન માધ્યમથી અરજી મોકલવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2023 છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 10 અને 12 પાસ માટે ભારતીય રક્ષા મંત્રાયલમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!