સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો 2 દિવસમાં હટાવી લેવાશે : વિવાદનો આવ્યો અંત

Rate this post

સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો 2 દિવસમાં હટાવી લેવાશે : છેલ્લા 3 દિવસથી ભારે વિવાદનો મુદ્દો બનેલ સાળંગપુરના ભીતચિત્રો મામલે એક સારો નિર્ણય સામે આવ્યો છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો મામલે સાધુ સંતો અને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી.

આ બેઠકમાં ભીંતચિત્રોને લઈને ઉભા થયેલા વિવાદનો સુખદ અંત લાવવા ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સાળંગપુરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે. તો વળી આજે સરખેજના લંબે હનુમાન ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત થયા છે.

સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો 2 દિવસમાં હટાવી લેવાશે

છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા વિવાદનુ સુખદ સમાધાન થયું હોય તેવું લાગી રહ્યું છે. સાળંગપુરમાં હનુમાનજી દાસ હોય તેવા શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. જેના કારણે સનાતન સંતોએ વિવેકસાગર સ્વામી સાથે મુલાકાત કરી હતી.

સનાતના સંતોના પ્રતિનિધિ મંડળે સ્વામી સાથે મુલાકાત કરીને પોતાની રજૂઆતો કરી હતી. મંદિર પ્રતિનિધિ અને સંતોની બેઠકમાં મંદિર પ્રશાસન તરફથી વિવાદિત ભીંત ચિત્રોને હટવાવા માટેની બાંહેઘરી આપવામાં આવી છે.

આ બેઠકમાં ભીંતચિત્રો સામે ઉઠેલા વિરોધ મામલે મહત્વનો નિર્ણય લીધો હતો. સંતો દ્વારા આ મામલે મહત્વના શપથ લેવામાં આવ્યા છે અને તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરશે. આ સિવાય સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને નહીં આવકારવાનો પણ નિર્ણય લીધો છે.

વિવાદનો આવ્યો અંત

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે. શિલ્પચિત્રોની સાથે પુસ્તકમાંથી પણ વિવાદીત ચિત્રો હટાવવા માંગ કરવામાં આવી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક પુસ્તકોમાં વિવાદીત ચિત્રણ જોવા મળી રહ્યું છે. ભગવાનને નીચા દેખાડતું તમામ લખાણ હટાવવા પણ માંગ કરાઈ છે. સનાતન સંતોની મળેલી બેઠકમાં આ માંગ કરવામાં આવી છે.

સાધુ-સંતોએ બેઠક બાદ મહત્વની વાત જણાવી

નોંધનીય છે કે સાળંગપુર ભીંતચિત્રો મુદ્દે બેઠક કરવા માટે ઋષિ ભારતી બાપુએ આમંત્રણ આપ્યું હતું, જ્યાં સાધુ-સંતો હાજર રહ્યા અને આ મુદ્દે ચર્ચા કરીને સ્વામીનારાયણ સંપ્રદાયના બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે ભીંતચિત્રોના વિવાદને લઇને આજે સાધુ સંતો અને મંદિરના પ્રતિનિધિની બેઠક મળી હતી. બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીએ ભીંત ચિત્રો હટાવવા માટે 2 દિવસનો સમય માગ્યો હતો. બે દિવમાં ભીંત ચિત્રો હટાવી દેવામાં આવશે.

ઉપરાંત તેમણે એ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે ફરીથી આવી ઘટના નહિ બને. મંદિર પ્રતિનિધિ મંડળે ટૂંક સમયમાં જ આ મુદ્દે નિરાકરણ લાવવાનો વિશ્વાસ અપાવ્યો છે. નિલકંઠવર્ણીને હનુમાનજી ફળાકાર કરાવતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરાઈ.

શું છે સમગ્ર વિવાદ?

સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને કારણે વિવાદ ઉઠ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે હનુમાનજીને દાસ દર્શાવાયા છે. તો હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવા બતાવાયા છે. શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણના ચરણોમાં બેસેલા બતાડાયા છે.

વધુ એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાયા છે. વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર મંદિરમાં શિલ્પચિત્રોને કારણે આ વિવાદ થયો છે. સાળંગપુર શિલ્પચિત્રોના વિવાદ બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ થયો.

કોઠારી સ્વામીની મહત્વની વાત

વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ-સંતો એક થઈને સાળંગપુરમાં કોઠારી સ્વામી જોડે ચર્ચા કરી છે. આ ચર્ચા દરમિયાન સંતો દ્વારા વિવિધ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આપવામાં આવતા નિવેદનો, ભીંતચિત્રો સહિતના મુદ્દે વાત કરવામાં આવી છે.

હવે આ મામલે 2 દિવસમાં નિરાકરણ લાવવાની વાત થઈ હોવાનું સંતો દ્વારા મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવવામાં આવ્યું છે. કોઠારી સ્વામીને મળવા માટે ગયેલા સંતો દ્વારા માહિતી આપવામાં આવી છે કે, કોઠારી સ્વામી જોડે અમે ચર્ચા કરી છે.

જેમાં ભીંતચિત્રો, જ્યાં-ત્યાં આડુંઅવળું ન બોલવું, કથાકારો-વક્તાઓને સંયમ રાખવા માટે કહેવું, પુરાણોમાં જે છેદ કરે છે તેનું નિરાકરણ કરવું તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દે અમને બાંહેધરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં અમે સુખદ સમાધાન લાવીશું. બે દિવસનો અમને સમય આપવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો 2 દિવસમાં હટાવી લેવાશે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!