આ તારીખે થશે સૂર્યગ્રહણ, આકાશમાં રીંગ જેવો જોવા મળશે સૂર્ય, જાણો તેની અસર અને સમય

આ તારીખે થશે સૂર્યગ્રહણ : કઈ તારીખે થશે સૂર્યગ્રહણ? એક સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ થઈ ચૂક્યું છે. હવે આગામી સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનામાં થશે. આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ છે, જે 14 ઓક્ટોબરે થશે. આ કંકણાકૃત સૂર્યગ્રહણ હશે અને અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે થશે.

આકાશમાં રીંગ જેવો જોવા મળશે સૂર્ય : આ વર્ષનું આંશિક સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થનાર છે. આ વાર્ષિક સૂર્યગ્રહણ અમેરિકા અને તેની નજીકના મોટાભાગના ભાગોમાં જોઇ શકાસે. આ વખતે સૂર્યગ્રહણ દરમિયાન 1 અનોખી ઘટના બનનાર છે.

જેમા સૂર્યગ્રહણ દરમિયાન જ્યારે ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી દૂરના બિંદુએ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે અનોખી રિંગની રચના થાય છે. જે આ સૂર્યગ્રહણ દરમિયાન નરી આંખે જોઇ શકાશે.

આ તારીખે થશે સૂર્યગ્રહણ

ખગોળીય ઘટનામાં રસ ધરાવતા લોકો માટે આ વર્ષની સૌથી મોટી રોમાંચક ઘટના બનનાર છે. જેમા 14 ઓક્ટોબરે આકાશમાં એક દુર્લભ ખગોળીય નજારો જોઇ શકાસે. વર્ષ 2012 પછી પહેલી વખત આ શનિવારે અમેરિકાના મોટા ભાગના દેશોમા વાર્ષિક સૂર્ય ગ્રહણનો આંશિક નજારો જોઇ શકાસે.

‘વોશિંગટન પોસ્ટ’ની એક રિપોર્ટ મુજબ શનિવારે ચંદ્ર સૂર્યની સામે સ્થિત થશે, જેનાથી સૂર્યનો મોટાભાગનો હિસ્સો ઢંકાઈ જશે પરંતુ એક સુંદર વલય જોવા મળશે. અમેરિકા, મેક્સિકો અને દક્ષિણ અને મધ્ય અમેરિકાના ઘણા દેશોમાં લાખો લોકો ને પશ્ચિમ ગોલાર્ધમાંદુર્લભ નજારો નરી આંખે જોવા મળશે.

વર્ષના બીજા સૂર્યગ્રહણની તારીખ અને સમય

વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023, શનિવારના રોજ થશે. આ દિવસે અશ્વિન મહિનાની અમાવાસ્યા તિથિ હશે. શનિવારે આવતી અમાવસ્યાને શનિ અમાવસ્યા કહેવાય છે. આ સૂર્યગ્રહણ કન્યા અને ચિત્રા નક્ષત્રમાં થશે.

એટલે કે વર્ષનું આગામી અને છેલ્લું સૂર્યગ્રહણ શનિ અમાવસ્યાના દિવસે થશે. આ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરની રાત્રે 08:34 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિએ 02:25 વાગ્યે સમાપ્ત થશે.

આકાશમાં રીંગ જેવો જોવા મળશે સૂર્ય

વિશેષ રૂપથી જ્યારે ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી દૂરના બિંદુએ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે વલયાકાર સૂર્યગ્રહણ જોવા મળે છે. આ કારણે ચંદ્ર થી સૂર્ય સંપૂર્ણપણે ઢંકાતો નથી, જેના કારણે આકાશમાં સૂર્યપ્રકાશનું પાતળું વર્તુળ અથવા ‘રિંગ ઓફ ફાયર’ જોવા મળે છે.

જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની એટલી નજીક હોય છે કે તે આકાશમાં સૂર્ય જેટલો મોટો જોવા મળે છે. આ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે ઓરેગોન કિનારેથી ટેક્સાસ ગલ્ફ કોસ્ટ સુધી આંશિક જોવા મળશે.

આ સૂર્યગ્રહણની અસર

‘વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં. વર્ષનું બીજું સૂર્યગ્રહણ બ્રાઝિલ, પરાગ્વે, જમૈકા, હૈતી, અમેરિકા, ચિલી, ડોમિનિકા, બહામાસ, કેનેડા, આર્જેન્ટિના, કોલંબિયા, મેક્સિકો, ક્યુબા, બાર્બાડોસ, એન્ટિગુઆ વગેરે દેશોમાં દેખાશે.

જો કે, સૂર્યગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે. સુતક કાળમાં પૂજા-પાઠ સહિત કોઈપણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે.

આ સૂર્યગ્રહણ કંકણાકૃતિ સૂર્યગ્રહણ હશે. જ્યારે ચંદ્ર સૂર્યની મધ્યમાં આવે છે, ત્યારે સૂર્યગ્રહણ દરમિયાન એક રિંગ રચાય છે. આને વલયાકાર અથવા કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

શું ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે?

નાસાએ કહ્યું કે જો હવામાન અનુકૂળ રહેશે તો આંશિક સૂર્યગ્રહણ ઓરેગોન, નેવાડા, ઉટાહ, ન્યુ મેક્સિકો, ઇડાહો, કોલોરાડો, એરિઝોના અને ટેક્સાસ તેમજ કેલિફોર્નિયાના ભાગોમાં જોવા મળશે. આ પછી મેક્સિકો અને મધ્ય અમેરિકામાંથી પસાર થનાર છે.

ત્યારબાદ દક્ષિણ અમેરિકામાંથી પસાર થનાર છે. આંશિક સૂર્યગ્રહણ એટલાન્ટિક મહાસાગર પર સૂર્યાસ્ત સમયે પુરૂ થશે. યુએસમાં કોઈપણ સમયે 14 ઓક્ટોબરના આંશિક સૂર્યગ્રહણનો સરેરાશ સમય ચારથી પાંચ મિનિટનો હોઇ શકે છે.

આ આંશિક સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહી. ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં લોકો નાસાની યુટ્યુબ ચેનલ પર સૂર્યગ્રહણનુ સત્તાવાર લાઇવ પ્રસારણ દ્વારા જોઈ શકે છે, જેનું 14 ઓક્ટોબરથી લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થશે.

આ રાશિઓ પર સૂર્યગ્રહણની ખરાબ અસર પડશે

આ સૂર્યગ્રહણની સૌથી વધુ અસર મેષ, કર્ક, તુલા અને મકર રાશિવાળા લોકો પર પડશે. તેથી, આ રાશિના લોકોએ ગ્રહણના સમયગાળા દરમિયાન સાવધાન રહેવું જોઈએ. તેઓએ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો જોઈએ, તેમજ મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

વિશેષ રૂપથી જ્યારે ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી દૂરના બિંદુએ સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે વલયાકાર સૂર્યગ્રહણ થાય છે. આ કારણે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી, જેના કારણે આકાશમાં સૂર્યપ્રકાશનું પાતળું વર્તુળ અથવા ‘રિંગ ઓફ ફાયર’ દેખાય છે.

વધુ માહિતી માટે

આ પણ વાંચો,liliapk

આ રાજ્યની ચૂંટણીની તારીખમાં ફેરફાર

નવરાત્રી રમવા પોલીસની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે

RTO નો નવો નિયમ જાહેર

જાણો વંદે ભારત ટ્રેનની ટિકિટ અને સુવિધાઓ

GPSC Dy SO કોલ લેટર 2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આ તારીખે થશે સૂર્યગ્રહણ, આકાશમાં રીંગ જેવો જોવા મળશે સૂર્ય, જાણો તેની અસર અને સમયર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!