રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર કલાર્ક,ફાયર ઓપરેટર જેવી વિવિધ કુલ ૨૧૯ પોસ્ટની ભરતી ફોર્મ ઓનલાઇન શરૂ

રાજકોટ મહાનગરપાલિકાએ જુનિયર ક્લાર્ક,ફાયર ઓપરેટર (પુરૂષ),ગાર્ડન આસીસ્ટન્ટ,ગાર્ડન સુપરવાઈઝર વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર જેની અરજી છેલ્લી તા.૧૦/૦૧/૨૦૨૪ સુધીમાં કરવાની રહેશે. જેની શૈક્ષણિક લાયકાત, અરજીની પ્રક્રિયા, અરજી ફી વગેરે વિગતો નીચે મુજબ છે.

રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ પોસ્ટની ભરતીની ટુંકમાં માહિતી

ભરતી સંસ્થા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ( આરએમસી ભરતી )
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ્સ  
ખાલી જગ્યાઓ 219
જોબ સ્થાન ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 10-01-2024
અરજીનો પ્રકાર ઓનલાઈન 

રાજકોટ મહાનગરપાલિકાની ભરતીના વિવિધ પોસ્ટના નામ અને કુલ જગ્યાઓ

ક્રમ પોસ્ટનું નામ જગ્યાઓ
૦૧ જુનિયર ક્લાર્ક ૧૨૮
૦૨ ફાયર ઓપરેટર (પુરૂષ) ૬૪
૦૩ જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ) ૦૪
૦૪ આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન ૦૪
૦૫ ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) ૦૨
૦૬ ગાર્ડન આસીસ્ટન્ટ ૧૨
૦૭ વેટરનરી ઓફિસર ૦૧
૦૮ ગાર્ડન સુપરવાઈઝર ૦૨
૦૮ સીસ્ટમ એનાલીસ્ટ ૦૨

પોસ્ટની કુલ સંખ્યા

પોસ્ટની કુલ સંખ્યા: ૨૧૯

શૈક્ષણિક લાયકાત

આ વિવિધ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ જાહેરાતની લિંક નિચે આપેલ છે જે ઓપન કરી વાંચો.

ઉંમર મર્યાદા : 

  • સીસ્ટમ એનાલીસ્ટ: 18 to 35 years
  • ગાર્ડન સુપરવાઈઝર: 18 to 35 years
  • વેટરનરી ઓફિસર: 18 to 35 years
  • ગાર્ડન આસીસ્ટન્ટ: 18 to 35 years
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી): 18 to 35 years
  • આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન: 18 to 35 years
  • જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ): 18 to 33 years
  • ફાયર ઓપરેટર (પુરૂષ): 18 to 33 years
  • જુનિયર ક્લાર્ક: 18 to 35 years

અરજી ફી : 

બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ.૫૦૦/- (પાંચ સો પુરા) અરજી ફી તરીકે ભરવાના રહેશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.૨૫૦/-(બસ્સો પચાસ) અરજી ફી તરીકે ભરવાના રહેશે. આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નં. તથા ટ્રાન્ઝેક્શન આઈ.ડી.સાચવી રાખવાના રહેશે. અરજી ફી ભર્યા બાદ રીફંડ આપવામાં આવશે નહિ. ફી ભર્યા વગરની અરજી રદ્દ થવા પાત્ર રહેશે. અરજી ફી ન ભરનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા/સ્ક્રીનિંગ ટેસ્ટ/મૌખિક ઇન્ટરવ્યુ પૈકી નિમણુંક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહિ.

ઓનલાઇન અરજી કરવામાટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી.

  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
  • ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર ૧૫ કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.

ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ:-

RMC અરજી ફોર્મ 10 જાન્યુઆરી, 2024 સુધીમાં સબમિટ કરવું આવશ્યક છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2023 ભરતી માટેની ઓનલાઈન અરજી ભરતીની સૂચના સાથે www.rmc.gov.in પર ઉપલબ્ધ છે.

  1. પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
  2. રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
  3. ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
  4. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.

મહત્વપુર્ણ લિંક

મહત્વપૂર્ણ તારીખો:

અપડેટ તારીખ
અરજી કરવાની શરુઆત 21-12-2023
અરજી કરવાની છેલ્લી તારીખ 10-01-2024

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

RMC વિવિધ પોસ્ટની ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

RMC વિવિધ પોસ્ટની ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

10-01-2024