ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં ભાગ લેવા જલ્દી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો

ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪: ગાંધીનગર લોકસભા વિસ્તારના રહેવાસીઓ માટે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું આયોજન થવા જઈ રહ્યું છે. જે 10 ઓવરની આ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ તદ્દન નિ:શૂલ્ક છે. જો તમે ગાંધીનગર લોકસભા વિસ્તારના રહેવાસી હોય તો 6 જાન્યુઆરી પહેલાં ફોટોમાં આપેલ QR કોડને સ્કેન કરીને અથવા તો નીચે આપેલ ગુગલ ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરો. વધુ માહિતી માટે ફોટોમાં આપેલ નંબર પર સંપર્ક કરો.

મેચનું ફૉર્મટ:

 • કુલ ઓવર: 10 ઓવર
 • પાવરપ્લે: પ્રથમ 3 ઓવર (માત્ર 2 પ્લેયર સર્કલની બહાર)
 • એક બોલરની ઓવર લિમિટ: 3 ઓવર આ ટુર્નામેન્ટ ICC નિયમો અનુસાર રમાડવામાં આવશે (LBWનો નિયમ બાકાત રાખેલ છે).
 • ફિલ્ડીંગ ટીમે 45 મિનિટમાં દાવ પૂરો કરવાનો રહેશે, વધારે સમય જરો તો પાંચ મિનિટ દીઠ એક ઓવર કાપી લેવામાં આવશે.
 • કોઈ પણ મેચમાં ટાઈ પડટો તો સુપર ઓવરથી વિજેતા નક્કી કરવામાં આવશે.
 • સુપર ઓવરમાં સરખા રન થવાના કિસ્સામાં વિજેતા નક્કી ન થાય ત્યાં સુધી વધુ સુપર ઓવર રમાડવામાં આવશે.

ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટના નિયમો:

 1. ટીમના દરેક ખેલાડીઓ એકજ વિધાનસભાના હોવા જોઈએ.
 2. ટીમના દરેક ખેલાડીઓ 16 વર્ષ કે તેથી વધુના હોવા જોઈએ. દરેક ખેલાડીનો ચૂંટણી કાર્ડ નંબર લખવો 18 વર્ષથી નાના ખેલાડીઓએ વાલીનો ચૂંટણી કાર્ડ નંબર લખવો.
 3. એક વખત ટીમની વિગત ભર્યા બાદ ફેરફાર થશે નહિ.
 4. એક ખેલાડી એક થી વધુ ટીમ માં થી ફોર્મ નહિ ભરી શકે. 
 5. એક ઇંનિંગ 10 ઓવર ની રહેશે. 
 6. ટુર્નામેન્ટ ટેનિસ બોલ થી રમવામાં આવશે. 
 7. આયોજકો તરફ થી બોલ અને સ્ટમ્પ આપવામાં આવશે, બાકીના સાધનો ટીમને જાતે લાવવાના રહેશે.
 8. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 જાન્યુઆરી 2024 રહેશે.

ટુર્નામેન્ટમાં ભાગ લેવાની ફી

ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે.

ટીમ અંગે સૂચના:

 • એક ટીમમાં ઓછામાં ઓછા 11 ખેલાડી અને વધુમાં વધુ 16 ખેલાડી.
 • ટીમના દરેક ખેલાડીઓ 16 વર્ષ કે તેથી વધુ હોવા જોઈએ. (18 વર્ષ થી નાના ખેલાડીઓના વાલીનું ચૂંટણી કાર્ડ ચકસવામાં આવશે) ટીમના ખેલાડીઓ નક્કી થયા બાદ તેમાં કોઈ ફેરફાર કરી ટશકાશે નહિ.
 • આ ટુર્નામેન્ટમાં એક ખેલાડી એક જ ટીમમાંથી રમી શકશે.
 • કોઈ ખેલાડી 2 ટીમથી રમતો હશે તો બેય ટીમને ટુર્નામેન્ટ માંથી કાઢી નાખવામાં આવશે.

કીટ સંદર્ભે માહિતી:

 • આયોજકો દ્વારા સ્ટમ્પ સેટ અને બોલ આપવામાં આવશે, અન્ય સાધનો ટીમ દ્વારા લાવવાના રહેશે.
 • માત્ર વુડન બેટનો જ ઉપયોગ કરી શકાશે.

મહત્વપુર્ણ લિંક