Saat Phera Samuh Lagn Yojana। સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2023

Are You Looing Saat Phera Samuh Lagn Yojana @ esamajkalyan.gujarat.gov.inશું તમે સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2023 વિષે ટૂંકમાં માહિતી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

ગુજરાતમાં ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે સમાજમાં લોકો એકબીજાની દેખાદેખી માં લગ્ન માં ઘણો ખર્ચાઓ કરતા હોય છે. તેમજ તેમની પાસે એટલા પૈસા ના હોવા છતાં પણ વ્યાજે પૈસા લાવીને ખોટા ખર્ચા કરે છે અને આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓ વેઠે છે.

તો આવી આર્થિક વિકટ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે તેના કારણે સરકાર દ્વારા માઈ રમાબાઈ આંબેડકર સાતફેરા સમૂહ લગ્ન યોજના બહાર પાડવામાં આવી. આ યોજના ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિ ના લોકો માટે છે.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના વિષે ટૂંકમાં માહિતી

સમાજ માં થતા લગ્નમાં બિન જરૂરી ખર્ચ અટકાવાવ માટે ગુજરાત સરકાર દ્વારા “માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન” યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી સામુહિક લગ્ન કરનાર યુગલને રૂ.12,000/- અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૩૦૦૦/- લેખે વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦ ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના માં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે.

Table of Saat Phera Samuh Lagn Yojana

યોજનાનું નામ માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી  ગુજરાત સરકાર દ્વારા
વિભાગ નિયામક અનુસૂચિત જાતી કલ્યાણ
લાભર્થી અનુસૂચિત જાતિ ના લગ્ન કરનાર યુગલ
મળવાપાત્ર સહાય વધુ માં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધીની મર્યાદામાં સહાય
સત્તાવાર વેબસાઇટ  @ esamajkalyan.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર  07923259061

સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો હેતુ

માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં થતા લગ્ન સમયે ખર્ચને અટકાવવાનો છે. આ યોજના થકી સમૂહ લગ્ન માં ભાગ લેનાર યુગલ દીઠ રૂ.૭૫,૦૦૦/- સુધી સહાય આપવામાં આવતી હોય છે.

આ યોજનાથી ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતી ના યુગલ ને લગ્ન કરવા માટે ખર્ચ કરવો પડતો નથી. તેમજ આ યોજના થકી યુગલોને ભેટ પણ આપવામા આવે છે.

Benefit of Saat Phera Samuh Lagn Yojana

આ યોજનામાં નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:

  • સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ રૂ.૧૨,૦૦૦/- કન્યાને નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- આપવામાં આવે છે.
  • વધુમાં વધુુ રૂ.૭૫,૦૦૦/- ની મર્યાદામાં સહાય આપવામાં આવતી હોય છે.

સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં કોણ ભાગ લઈ શકે? 

આ યોજના માટેની શરતો અને પત્રતા નીચે મુજબ છે:

  • આ યોજનાનો લાભ ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિઓને જ મળવાપાત્ર થશે.
  • આ યોજનામાં આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી સ્તરે રૂ.૬,૦૦,૦૦૦/- સુધીની છે.
  • પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
  • લગ્ન સમયે કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઈએ.
  • લગ્ન થયેથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
  • સમૂહલગ્ન માં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવર બાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બને યોજનાઓ હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.

Required Documents of Saat Phera Samuh Lagn Yojana

આ યોજના માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

યુગલે રજુ કરવાના ડોકયુમેન્ટ્સ

  • આધારકાર્ડ
  • સરનામા નો પુરાવો (રેશનકાર્ડ,લાઈટબિલ,ભડાકરાર, ચૂંટણીકાર્ડ) પૈકી કોઈ પણ એક
  • લગ્નની કંકોત્રી
  • સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર
  • કન્યાના પિતાનો આવકનો દાખલો
  • યુવક યુવતીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ઉંમરનો કોઈ પણ પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • બેન્ક પાસબુક

સંસ્થાના રજુ કરવાના ડોકયુમેન્ટ્સ 

  • જિલ્લા નાયબ નિયામક ને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર
  • સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
  • આમત્રંણ પત્રિકા
  • બેન્ક પાસબુક

સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે @ esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે “New User” પર ક્લિક કરવાનું રહેશે. તેમજ સૌપ્રથમ નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવું રજીસ્ટ્રેશન કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • ઉપર મુજબ બધી જ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી Id અને Password તમારા મોબાઈલ માં આવશે.
  • ત્યાર પછી તે Id અને Password થી ઉપર દર્શાવ્યા પ્રમાણે લોગીન કરવાનું રહેશે.
  • ત્યાર પછી નીચે મુજબ બધીજ યોજનાઓ જોવા મળશે.
  • ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • તે યોજના પર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે નવું પેજ ઓપન થશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે “OK” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • “OK” બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ઓપન થશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે અરજદારે પોતાની બધી જ વિગતી ભરવાની રહેશે.
  • આ બધી વિગતોમાં દર્શાવ્યા પ્રમાણે “અરજદારની વ્યક્તિગત માહિતી”, ” આરજદારની અન્ય વિગતો”, “ડોકયુમેન્ટ અપલોડ” અને લાસ્ટ માં “એકરારનામુ” વગેરે જેવી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર પછી લાસ્ટ “Save Application” પર ક્લિક કરીને અરજી સબમિટ કરવાની રહશે.
  • અરજી સબમિટ કરશો એટલે “અરજી નંબર” જનરેટ થશે. આ અરજી નંબર થી અરજદાર પોતાની અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકે છે.

Important Link

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Saat Phera Samuh Lagn Yojana। સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!