TATA Next Gen Nexon 2023

 TATA Next Gen Nexon 2023 : તાજેતરમાં ભારતીય માર્કેટમાં અનેક કંપનીઓ દ્વારા દમદાર એન્જીન અને લક્ઝરી લુક સાથે અનેક ગાડીઓ લોન્ચ થયી છે. જેમાં આજે આપણે ભારતની પ્રસિદ્ધ કંપની TATA દ્વારા TATA Next Gen Nexon 2023 લોન્ચ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ કાર ક્રેટાનું માર્કેટ ખરાબ કરી શકે એમ છે. આ એક SUV કાર છે. આ નવી કારમાં કેવું એન્જીન અને લુકમાં શું સુધારા કરવામાં આવ્યા છે એની માહિતી નીચે મુજબ છે.

TATA Next Gen Nexon 2023 | Creta ની માર્કેટ તોડવા આવી ગયી TATA ની આ કાર

મિત્રો, તમને જણાવી દઈએ કે TATA દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ નવી કારમાં ઘણા નવા પ્રીમીયમ ફીચર્સ અને દમદાર એન્જીન આપવામાં આવ્યું છે. હાલમાં જ આ SUV ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક ખૂબ જ ખાસ અને લક્ઝુરિયસ SUV હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેને આગામી કેટલાક મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. ટાટા ટૂંક સમયમાં તેનું નવું વેરિઅન્ટ Tata Nexon 2023 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

દમદાર એન્જીન અને પ્રીમીયમ ફીચર્સ

નવી ટાટા કારમાં એન્જીનની વાત કરીએ તો 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળે છે. આ એન્જીન નવા RDE ધોરણો અને BS6 ફેઝ-ટુ ધોરણો અનુસાર અપડેટ કરવામાં આવશે. આ નવી કારમાં એન્જિન 125Hpનો પાવર અને 225Nmનો ટોર્ક જનરેટ કરે છે. વર્તમાન Nexonનું એન્જિન 120Hpનો પાવર અને 170Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય આ SUVને 1.5 લીટર ડીઝલ એન્જિન સાથે પણ માર્કેટમાં ઉતારવામાં આવશે.

TATA Next Gen Nexon માં પ્રીમીયમ ફીચર્સની વાત કરીએ તો તમને નવી 10.25 ઇંચની ટચસ્ક્રીન આપવામાં આવી શકે છે. નવા ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સિવાય કંપની તેમાં કેટલાક નવા ફીચર્સ પણ સામેલ કરી શકે છે. જેમાં મોટી સનરૂફ, કૂલ્ડ સીટ્સ અને 360-ડિગ્રી કેમેરા વગેરે આપવામાં આવી શકે છે. Tata Nexonમાં ટચસ્ક્રીન Nexon EV Max ડાર્ક એડિશનમાં આપવામાં આવેલી ટચસ્ક્રીન જેવી જ હશે. તે વાયરલેસ એન્ડ્રોઇડ અને એપલ કારપ્લે સાથે આવશે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ ઓલ-ડિજિટલ યુનિટ હશે.

લક્ઝરી લુક

મિત્રો ટાટા પોતાની કારમાં લક્ઝરી લુક અને સેફટી માટે જાણીતી છે. આ નવી કારમાં લક્ઝરી લુક ની વાત કરીએ તો ટાટા નેક્સનના આગળના ભાગમાં ગ્રિલને ટ્વીન-પાર્ટ ડિઝાઇન આપવામાં આવી છે જે નીચેના અડધા ભાગમાં હીરાના આકારના ઇન્સર્ટથી શણગારવામાં આવી છે. આ ઉપરાંત બે હેડલેમ્પ્સને જોડતી ગ્રિલની બરાબર ઉપર પૂર્ણ-પહોળાઈની LED લાઇટ મૂકવામાં આવે તેવી અપેક્ષા છે. Tata Nexon ની ખાસ વાત એ હશે કે તેની ફ્રન્ટ સ્ટાઇલ ફ્લેટર નોઝ અને નવા ડિઝાઇન કરેલા હેડલેમ્પ્સ સાથે વધુ સારી દેખાશે. આ સિવાય ટાટા નેક્સનમાં નવી ડિઝાઈનના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવી શકે છે.