તથ્ય પટેલના પિતાની જામીન અરજી ફગાવી

Rate this post

તથ્ય પટેલના પિતાની જામીન અરજી ફગાવી : તથ્ય પટેલને આખું ગુજરાત ઓળખે છે. કારણ કે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા રાજ્યને હચમચાવી નાંખ્યું હતું.

જો કે, આ ઘટના બાદ તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટમાં સરકારે એફિડેવિટ ફાઈલ કરી તથ્યના જામીનનો વિરોધ કર્યો છે. સરકારી વકીલે કહ્યું કે કેસ સેશન્સ કમિટ થઈ ગયો છે અને 24 ઓગસ્ટે આરોપીને કોર્ટમાં રજૂ કરવાનો છે.

તથ્ય પટેલના પિતાની જામીન અરજી ફગાવી

આરોપી તથ્ય સામે આ અકસ્માતના કેસ સિવાય અન્ય બે ગુનાઓ પણ છે. તથ્ય પર 9 લોકોના મોતનો ગંભીર ગુનો છે. તો તેના પિતા પ્રજ્ઞેશ પર 10 કેસો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તથ્ય વારંવાર અકસ્માત સર્જે છે.

જો તેને જામીન આપવામાં આવે તો આવા ગુના ફરી કરી શકે છે. એફિ઼ડેવિટમાં કહેવામાં આવ્યું કે આરોપી વગદાર હોવાને કારણે સાક્ષીઓને ધમકાવી કે પૈસાની લાલચ આપી શકે છે.

એટલે આ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારના હિતને જોતા તેના જામીન નામંજૂર કરવા જોઈએ. અકસ્માતમાં ઈજાગ્રસ્ત પામેલ એક યુવક હજુ સારવાર હેઠળ છે. તથ્ય પટેલના પિતાની જામીન અરજી ફગાવી

તથ્ય પટેલ પર ક્યાં કલમો હેઠળ કેસ દાખલ?

તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે.

જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ અકસ્માત કેસમાં પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બાદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.

તથ્ય પટેલના પિતાનું કંઈ ના ચાલ્યું?

તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. હવે આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે કેન્સરના ઇલાજ માટે મુંબઈ જવાનું થતું હોવાથી જામીન અરજી કરી હતી, પરંતુ પ્રજ્ઞેશ પટેલને નિષ્ફળતા હાથે લાગી છે.

આ કેસમાં તથ્ય પટેલે પણ જામીન માટે અરજી કરી છે. આજે સરકારે એફિડેવિટ ફાઈલ કરી છે. મૃતકોના પરિવારજનો દ્વારા તથ્યને જામીન આપવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. હવે અકસ્માત સર્જી 9 લોકોના ભોગ લેનાર તથ્યની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થશે.

કેન્સરની સારવાર માટે જામીન અરજી કરી હતી

પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મામલે આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. આ ઉપરાંત જેલ વિભાગને ગુજરાતના કેન્સર વિભાગમાં સારવાર કરાવવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે.

આ મામલે 10 દિવસમાં રિપોર્ટ પણ રજૂ કરવા જણાવ્યું છે. ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માતમાં તથ્ય પટેલને જેલભેગો કર્યો હતો. ત્યારે તેના પિતાએ ત્યાં હાજર લોકોને ધમકાવ્યા હતા એ ગુનામાં કાયદાદેસરની કાર્યવાહી કરી એમને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તથ્ય પટેલના પિતાની જામીન અરજી ફગાવી

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તથ્ય પટેલના પિતાની જામીન અરજી ફગાવી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!