સપ્ટેમ્બર મહિનામાં આ નિયમોમાં થશે ફેરફાર

સપ્ટેમ્બર મહિનામાં આ નિયમોમાં થશે ફેરફાર : સપ્ટેમ્બર મહિનો આવતી કાલથી શરૂ થઇ રહ્યો છે અને દર મહિનાની જેમ સપ્ટેમ્બર 2023નો મહિનો પણ ઘણા ફેરફારો લાવી રહ્યો છે. જેની સીધી અસર તમારા રસોડા પર, તમારા રોકાણ પર, શેરબજાર પર અને ટેક હોમ સેલેરી પર થશે.

આવતીકાલથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. 1લી સપ્ટેમ્બર 2023 થી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં ઘણી બધી મહત્વની બાબતો પુરી કરવાની છેલ્લી તારીખ પણ છે.

સપ્ટેમ્બર મહિનામાં આ નિયમોમાં થશે ફેરફાર

ગેસ સિલિન્ડર (LPG Price)થી લઈને કર્મચારીઓના પગાર અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે. તો તમારે 1લી તારીખ પહેલા જાણી લેવું જોઈએ કે કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે-ચાલો જાણીએ કે આવતીકાલથી દેશમાં શું બદલાશે?

એલપીજી સિલિન્ડર ભાવ

દર મહિનાની પહેલી તારીખે ઓઇલ અને ગેસ વિતરણ કંપનીઓ ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં 1 સપ્ટેમ્બરના રોજ તેમાં ફેરફાર થઈ શકે છે. જો કે કેન્દ્ર સરકારે 14.2 કિલોના એલપીજી સિલિન્ડર(LPG cylinder)ના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

જેથી ભાવમાં બે દિવસ અગાઉથી મોટી રાહત મળી છે. પરંતુ હજી પણ લોકો ઓઇલ કંપનીઓ દ્વારા ભાવમાં કરાતા ફેરફાર પર નજર રાખી રહ્યા છે.

આ ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે

1 સપ્ટેમ્બર, 2023થી એક્સિસ બેંક મેગ્નસ ક્રેડિટ કાર્ડના નિયમો બદલાઇ રહ્યા છે. બેંકની વેબસાઇટના જણાવ્યા મુજબ અનુસાર ગ્રાહકોને કેટલાક ટ્રાન્ઝેક્શન પર આગામી મહિનાથી સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ નહીં મળે. એટલું જ નહીં 1 સપ્ટેમ્બરથી નવા કાર્ડધારકોએ વાર્ષિક ફી પણ ભરવી પડશે.

આઈપીઓના નિયમોમાં થયો ફેરફાર

માર્કેટ રેગ્યુલેટર સેબીએ આઇપીઓ બંધ થયા બાદ શેરબજારોમાં કંપનીના શેરોના લિસ્ટિંગની સમયમર્યાદામાં અડધી એટલે કે ત્રણ દિવસની કરી છે. અત્યાર સુધી આ ડેડલાઈન છ દિવસની હતી. અર્લી લિસ્ટિંગના આ નવા નિયમથી આઇપીઓ જારી કરનારી કંપનીઓ તેમજ તેમાં રોકાણ કરનાર કંપનીઓને ફાયદો થશે.

અગાઉના નોટિફિકેશનમાં સેબીએ જણાવ્યું હતું કે, લિસ્ટિંગનો નવો સમય 1 સપ્ટેમ્બર, 2023ના રોજ અથવા તે પછી આવતા તમામ આઈપીઓ માટે લાગુ થશે. 1 ડિસેમ્બર 2023થી કંપનીઓએ ફરજિયાતપણે નિયમનું પાલન કરવું પડશે. સેબીએ 28 જૂનની બેઠકમાં T+3ને મંજૂરી આપી હતી.

આધારને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તક

યુઆઈડીએઆઈએ આધારને કોઇ ચાર્જ ચુકવ્યા વિના અપડેટ કરવાની સુવિધા આપી છે તેની સમયમર્યાદા 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે. અગાઉ આ સુવિધા 14 જૂન સુધી આપવામાં આવી હતી, જેને ત્રણ મહિના સુધી લંબાવાઇ હતી.

કર્મચારીઓને ટેક હોમ સેલેરી વધુ મળશે તેવી જાહેરાત

નોકરીયાત અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ સપ્ટેમ્બર મહિનો મહત્વનો છે. આવકવેરા વિભાગ દ્વારા રેન્ટ ફ્રી એકોમોડેશન સંબંધિત નિયમોમાં 1 સપ્ટેમ્બર 2023થી ફેરફાર કર્યો છે. આ સાથે જે કર્મચારીઓને સારો પગાર મળે છે.

કંપની દ્વારા આપવામાં આવતા ભાડા મુક્ત ઘરોમાં રહે છે તેઓ હવે વધુ બચત કરી શકશેસીબીડીટીએ ભાડામુક્ત ઘરોનું મૂલ્યાંકન કરવા માટે ભથ્થાંની આકારણીની મર્યાદામાં ઘટાડો કર્યો છે. જેના કારણે  ટેક હોમ સેલેરી વધારે મળશે.

2,000 રૂપિયા નોંધો બદલવાની છેલ્લી તારીખ

ચલણમાંથી પાછી ખેંચાયેલી 2,000 રૂપિયાની નોટોને બદલવા માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે. તે પછી નોટો બદલી શકાશે નહીં. સપ્ટેમ્બરમાં બેંકો 16 દિવસ માટે બંધ છે, અને 2000 રૂપિયાની નોટો બદલવાનું કામ રજાઓ દરમિયાન થશે નહીં.

ડીમેટ એકાઉન્ટ નોમિનેશનની છેલ્લી તારીખ

જો તમે હજી સુધી તમારા ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશનની કાર્યવાહી કરી નથી તો તમારી પાસે સપ્ટેમ્બરનો મહિનો છે. નોમિનેશન કરવું જરુરી છે કેમકે તેના વિના વિનાના એકાઉન્ટને સેબી નિષ્ક્રિય કરી શકે છે. નોમિનેશન માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે.

એર ફ્યુઅલના ભાવમાં સીએનજી-પીએનજી ફેરફાર

ઓઇલ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એર ફ્યુઅલ (ATF)ની કિંમતમાં ફેરફાર કરે છે, તેથી આ વખતે સુધારો પણ 1 સપ્ટેમ્બરના રોજ જોઇ શકાય છે. સીએનજી-પીએનજી(CNG-PNG)ના  ભાવ પણ આવતી કાલથી બદલાશે. તેની અસર લોકોના રસોડાથી લઇને પ્રવાસ પર પડી  શકે છે.

બેંકોમાં 16 દિવસ બંધ રહેશે

સપ્ટેમ્બરમાં બેંકો 16 દિવસ રજા રહેશે. આરબીઆઈ દ્વારા બેંકની રજાનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. બેંકોની આ રજાઓ વિવિધ રાજ્યોમાં તહેવારો અનુસાર અલગ હોઇ શકે છે. તેમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારની રજાઓ શામેલ છે.

સપ્ટેમ્બરમાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને ઇદ-એ-મિલદ-ઉન-નબી જેવા તહેવારો છે, ત્યારબાદ 3, 9, 10, 17, 23 અને 24 સપ્ટેમ્બર, રવિવાર અને બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સપ્ટેમ્બર મહિનામાં આ નિયમોમાં થશે ફેરફાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!