Divyang Sadhan Sahay Yojana । દિવ્યાંગ સાધન સહાય યોજના

Are You Looking for Divyang Sadhan Sahay Yojana @ esamajkalyan.gujarat.gov.in। શું તમે દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત દિવ્યાંગ સાધન સહાય યોજના વિષે પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Divyang Sadhan Sahay Yojana : દિવ્યાંગ લોકો માટે સરકાર નવી યોજનાઓ બહાર પડતી હોય છે આ યોજનાઓ માં આર્થિક,શૈક્ષણિક તેમજ અન્ય વિભાગ માં ઘણી યોજનાઓ હાલ માં ચાલું છે.

દિવ્યાંગ સાધન સહાય યોજના : દિવ્યાંગ વ્યક્તિ પોતાની રીતે અને સારી રીતે પોતાનો નવો ધંધો ચાલુ કરી શકે તે હેતુ થી સરકાર દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના શરૂ કરવામાં આવી.

દિવ્યાંગ સાધન સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

આ યોજનામાં દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતામાં થોડી રાહત થાય તેવા સાધનો પણ આપવામાં આવે છે. તેમજ ધંધો કરવા માટે સાધન આપવામાં આવે છે.

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે દિવ્યાંગ સાધન સહાય યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

Table of Divyang Sadhan Sahay Yojana

યોજનાનું નામ  દિવ્યાંગ સાધન સહાય
કોના દ્વારા શરૂ કરવામાં આવી  ગુજરાત સરકાર દ્વારા
વિભાગ નિયામક સમાજ સુરક્ષા
લાભાર્થી ગુજરાતના દિવ્યાંગ લોકો
મળવાપાત્ર સહાય  રૂ.૨૦,૦૦૦/-  સુધી ની સહાય
સત્તાવાર વેબસાઇટ  @ esamajkalyan.gujarat.gov.in
જીલ્લા હેલ્પલાઈન નંબર 07923253266

દિવ્યાંગ સાધન સહાય યોજના શું છે? 

ગુજરાત માં વસતા દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકાર દ્વારા સાધન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ સાધન થી દિવ્યાંગ વ્યક્તિ પોતાની રીતે નવો ધંધો ચાલું કરી શકે છે. તેમજ દિવ્યાંગતામા રાહત તેવા સાધન પણ આપવામાં આવે છે.

તેમજ આ યોજના થકી દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો મળે છે. આ યોજના હેઠળ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને રૂ.૨૦,૦૦૦/- ની મર્યાદામાં રોજગારલક્ષી સાધન આપવામાં આવે છે.

દિવ્યાંગ સાધન સહાય યોજના મુજબ સાધનો મળવાપાત્ર

ક્રમ દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનનું નામ
1 ટ્રાઇસાઈકલ
2 ફોલ્ડિંગ વહીચેર
3 હિયરિંગ એઈડ: (અ) પોકેટ રેન્જ (બ) કાન પાછળ લગાવવાનું
4 ફોલ્ડિંગ સ્ટિક
5 એલ્યુમિનયમની કાંખઘોડી
6 કેલીપર્સ: (અ) ઘૂંટણ માટેના (બ) પોલિયો કેલીપર્સ
7 બ્રેઈલ કીટ
8 એમ.આર.કીટ (મંદબુદ્ધિના બાળકો માટે)
9 સંગીતના સાધનો

રોજગારલક્ષી મળવાપાત્ર દિવ્યાંગ સાધન સહાય યોજના

ક્રમ રોજગારલક્ષી સાધનો 
1 કડિયાકામ, સેન્ટિંગ કામ, વાહન સર્વિસિંગ અને રીપેરીંગ, મોચીકામ
2 દરજીકામ, ભરતકામ
3 કુંભારીકામ
4 વિવિધ પ્રકારની ફેરી
5 પ્લમ્બર
6 બ્યુટીપાર્લર
7 ઇલેક્ટ્રિક એપ્લાઈન્સિસ રીપેરીંગ
8 ખેતીલક્ષી લુહારી કામ / વેલ્ડિંગ કામ
9 સુથારીકામ, ધોબીકામ, સાવરણી સૂપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણાં બનાવટ
10 ગરમ, ઠંડા પીના, અલ્પાહાર વેચનાર, પંચર કીટ
11 ફ્લોર મિલ, મસાલા મિલ
12 રૂની દિવેટ બનાવી, મોબાઈલ રીપેરીંગ
13 હેર કટિંગ (વાળંદ)

Purpose of Divyang Sadhan Sahay Yojana

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ ને આર્થિક રીતે મદદ મળે છે. આ યોજના માં દિવ્યાંગઓને પોતાનો ધંધો કરવા માટે રોજગારલક્ષી સાધનો આપવામા આવે છે તેમજ દિવ્યાંગતામાં રાહત થાય.

તેવા સાધનો પણ આપવામાં આવે છે અને રોજગારલક્ષી સાધનો રૂ.૨૦,૦૦૦/- ની મર્યાદા માં આપવામાં આવે છે. તો સરકાર નો મુખ્ય ઉદેશ્ય દિવ્યાંગ વ્યક્તિ ને આર્થિક રીતે મદદ કરવાનો છે.

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ કોને મળે?

દિવ્યાંગ સાધન સહાય યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ શરતો અને પાત્રતા છે:

  • દિવ્યાંગ વ્યક્તિની ઉંમર ૧૬ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • દિવ્યાંગતા ની ટકાવારી ૪૦ ટકા કે તેથી વધુ હોવી જોઈએ.
  • દિવ્યાંગ વ્યક્તિ અભ્યાસ કરતો ના હોવો જોઈએ.
  • માંગેલ ધંધાને અનુરૂપ અનુભવનો દાખલો હોવો જરૂરી છે.
  • દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જરૂરું છે.

દિવ્યાંગ સાધન સહાય યોજનામાં મળવાપાત્ર લાભ?

નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:

  • દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગાર માટે રોજગારલક્ષી સાધનો મળશે.
  • આ સાધનો રૂ.૨૦,૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે.
  • દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો પણ આપવામાં આવે છે.
  • રોજગારલક્ષી સાધનો અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંને પ્રકારના સાધનો આપી શકાય છે.

Required Documents Of Divyang Sadhan Sahay Yojana

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

  • આધાર કાર્ડ
  • જિલ્લા સિવિલ સર્જનનું દિવ્યાંગતાનું ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ, અધારકાર્ડ, વિજલિ બિલ, ભાડાકરાર, ચૂંટણીકાર્ડ) પૈકી કોઈ પણ એક
  • ઉંમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ) પૈકી કોઈ પણ એક

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? 

યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે @ esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે “New User” પર ક્લિક કરવાનું રહેશે. તેમજ સૌપ્રથમ નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવું રજીસ્ટ્રેશન કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • ઉપર મુજબ બધી જ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી Id અને Password તમારા મોબાઈલ માં આવશે.
  • ત્યાર પછી તે Id અને Password થી ઉપર દર્શાવ્યા પ્રમાણે લોગીન કરવાનું રહેશે.
  • ત્યાર પછી નીચે મુજબ બધીજ યોજનાઓ જોવા મળશે.
  • ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “દિવ્યાંગ કુત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • તે યોજના પર ક્લિક કરશો એટલે નીચે પ્રમાણે નવું પેજ ઓપન થશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે “OK” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • “OK” બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ઓપન થશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે અરજદારે પોતાની બધી જ વિગતી ભરવાની રહેશે.
  • આ બધી વિગતોમાં દર્શાવ્યા પ્રમાણે “અરજદારની વ્યક્તિગત માહિતી”, ” આરજદારની અન્ય વિગતો”, “ડોકયુમેન્ટ અપલોડ” અને લાસ્ટ માં “એકરારનામુ” વગેરે જેવી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર પછી લાસ્ટ “Save Application” પર ક્લિક કરીને અરજી સબમિટ કરવાની રહશે.
  • અરજી સબમિટ કરશો એટલે “અરજી નંબર” જનરેટ થશે. આ અરજી નંબર થી અરજદાર પોતાની અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકે છે.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Divyang Sadhan Sahay Yojana । દિવ્યાંગ સાધન સહાય યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!