આગામી 24 કલાક ગુજરાત માટે ભારે વરસાદ

Rate this post

આગામી 24 કલાક ગુજરાત માટે ભારે વરસાદ : આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. તો વળી વલસાડ, સુરત, ડાંગમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ પણ છે. અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ પડશે.

આ સાથે જ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. વરસાદને લઈને ગુજરાત (gujarat) રાજ્યમાં અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહીને ઘણી સચોટ માનવામાં આવે છે.

આગામી 24 કલાક ગુજરાત માટે ભારે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એક વખત આગાહી કરી દે પછી એ પ્રમાણે હવામાનને લગતી વિવિધ ઘટનાઓ બનતી હોય છે. આંબલાલ પટેલની આગાહી ફરી એક વખત થઈ ચૂકી છે. સપ્ટેમ્બર મહીનાને લઈને અંબાલાલે આગાહી કરી છે.

જે ખેડૂતો, માછીમારો સહિત ઘણા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ આવ્યો છે. આ અંગેની આગાહી પણ તેમણે અગાઉ કરી જ હતી. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી લોકોને આકરી ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહિ

હવામાન વિભાગે પણ વરસાદ પડવાની આગાહી કરી છે. સ્થાનિક હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાત પર હાલમા કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત જોવા મળે છે, જોકે એનો અર્થ એ નથી કે વરસાદે પૂરેપૂરી વિદાય લીધી છે.

ત્રીજા રાઉન્ડના વરસાદમાં હજુ પણ કેટલાક બાકી વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. એક તરફ રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવાનું છે તેવી સ્થાનિક હવામાન વિભાગ આગાહિ કરી રહ્યુ છે.

24 કલાકમાં મેઘરાજા આખા ગુજરાતને ઘમરોળી નાખશે

છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યાં જ રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ડાંગના સુબિર, આહવામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

માંગરોળમાં 2 ઈંચ, વાંસદા, વઘઈ, સોનગઢ, ચીખલીમાં 1.5 ઈંચ, ધરમપુર, ઉચ્છલમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

જિલ્લાવાઇઝ વરસાદની આગાહિ

હવામાન વિભાગની આગાહી મુજબ નીચે મુજબના જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

 • વલસાડ,
 • દમણ,
 • દાદરા નગર હવેલી

નીચે મુજબના જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

 • સાબરકાંઠા,
 • અરવલ્લી,
 • નવસારી,
 • તાપી,
 • જૂનાગઢ,
 • અમરેલી,
 • ભાવનગર,
 • ગીર સોમનાથ

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આગામી 24 કલાક ગુજરાત માટે ભારે વરસાદ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!