સરકારી કર્મચારીઓના પગારમાં થયો વધારો

સરકારી કર્મચારીઓના પગારમાં થયો વધારો : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે.

દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં તેમાં સુધારો કરવામાં આવે છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને 42 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. સરકાર જાન્યુઆરી અને જુલાઈ માટે મોંઘવારી ભથ્થામાં થોડો વિલંબ કરીને સુધારો કરે છે.

સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને મોંઘવારી ભથ્થામાં વધારો હજુ જાહેર કરવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરી શકે છે.

સરકારી કર્મચારીઓના પગારમાં થયો વધારો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએની ગણતરી લેટેસ્ટ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાની ગણતરી માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા છે.

આ ફોર્મ્યુલાના આધારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવે છે. જુલાઈના CPI ડેટા અનુસાર સરકાર DAમાં 3 ટકાનો વધારો કરશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિના ના ફુગાવા ના સૂચકાંક પરથી મોંઘવારી ભથ્થામા થતો વધારો નક્કી કરવામા આવતો હોય છે. મોંઘવારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર સમયાંતરે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે.

પગાર વધારો

કેન્દ્રીય કર્મચારીઓને તેમના મળતા બેઝેક સેલેરી પર મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. આ મોંઘવારી ભથ્થામા વધારો વર્ષમા 2 વખત કરવામા આવે છે. જે 1 જાન્યુઆરી અને 1 જુલાઇથી વધારો આપવામા આવે છે.

હાલ કર્મચારીઓને બેઝીક પગારના 42 % મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. 1 જુલાઇથી મળનાર મોંઘવારી ભથ્થાનો વધારો હવે આવનારા દિવસોમા જાહેર કરવામા આવશે.

કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ ને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. આ વખતે કર્મચારીઓના DAમાં ત્રણ ટકાનો વધારો થાય તેવી શકયતાઓ છે. ચાલો જાણીએ મોંઘવારી ભથ્થામા વધારો થયા બાદ કર્મચારીઓનો પગાર કેટલો વધશે.

કેટલું મોંઘવારી ભથ્થું?

પીટીઆઈએ ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાને ટાંકીને કહ્યું કે મોંઘવારી ભથ્થામાં વધારો ત્રણ ટકાથી થોડો વધારે હશે. સરકાર DAને દશાંશથી આગળ વધારવાનું વિચારતી નથી. આમ, ડીએ ત્રણ ટકા વધીને 45 ટકા થવાની શક્યતા છે.

આટલો વધશે પગાર

ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે જણાવ્યુ હતુ કે આ વખતે મોંઘવારી ભથ્થા મા ત્રણ ટકા નો વધારો થાય તેવી શકયતાઓ છે. તેમણે કહ્યું કે વિવિધ કર્મચારી યુનિયનો DA માં ચાર ટકા વધારાની માંગ કરી રહ્યા છીએ.

જો સરકાર તેને માની જાય તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધીને 46 ટકા થઈ શકે છે. જો કોઈ કર્મચારીને દર મહિને 36,500 રૂપિયા બેઝીક પગાર હોય તો પણ તેનું DA 15,330 રૂપિયા છે. જો જુલાઈ 2023થી DAમાં 3 ટકાનો વધારો કરવામાં આવે છે.

તો તેનું DA 1,095 રૂપિયા વધીને 16,425 રૂપિયા જેટલુ થઈ જશે. સાથે જ જુલાઈથી બાકી રકમનુ એરીયસ પણ મળશે. આ વખતે તહેવારો પર મોંઘવારી ભથ્થામા થતો વધારો જાહેર કરવામા આવે તેવી શકયતાઓ છે.

પગાર કેટલો થશે વધારો?

ધારો કે કેન્દ્ર સરકારના કર્મચારીને દર મહિને રૂ. 36,500નો મૂળ પગાર મળે છે. તેમનું 42 ટકા ડીએ 15,330 રૂપિયા હતું. જો જુલાઈ 2023 થી DAમાં 3 ટકાનો વધારો થાય છે, તો તેમનો DA વધીને 16,425 રૂપિયા થઈ જશે. આ કિસ્સામાં, પગારમાં 1,095 રૂપિયાનો વધારો થશે.

કેન્દ્ર સરકારે કોરોના સમયમા તેના કર્મચારીઓને 18 મહિના એટલે કે એક જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021ની વચ્ચે મોંઘવારી ભથ્થામા થતો વધારો આપ્યો ચુકવણી નથી કરી. આજ રીતે પેન્શરન્સને પણ આ સમયમાં મોંઘવારીથી રાહત એટલે કે DRનું પેમેન્ટ કરવામા આવ્યુ નથી.

મોંઘવારી ભથ્થામા વધારો

  • સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામા થશે વધારો
  • 1 જુલાઇ થી 3 થી 4 % જેટલો થશે વધારો
  • 1 જાન્યુઆરી અને 1 જુલાઇ થી કરવામા આવે છે વધારો

દિવાળી સુધીમા કેન્દ્ર સરકાર તરફથી આપવામા આવશે કર્મચારીઓને ગીફટ. મોંઘવારી ભથ્થામા કરવામા આવશે 3 થી 4 % નો વધારો. અંદાજીત 3 % નો વધારો કરવામા આવે તેવી શકયતાઓ જણાઇ રહી છે. જેમાં 3 ટકા વધારા બાદ આ મોંઘવારી ભથ્થુ 45 ટકા પર પહોંચી જશે.

તેની સાથે જ સરકારી કર્મચારીઓના DR એટલે કે મોંઘવારી રાહતમાં પણ વધારો થવાની શકયતાઓ છે. સરકાર ટૂંક સમયમાં જ DA માં વધારાની જાહેરાત કરે તેવી શકયતાઓ છે. એવામાં દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો ને ખુશખબરી મળી શકે છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સરકારી કર્મચારીઓના પગારમાં થયો વધારો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!