10 પાસ માટે ભારતીય રેલ્વેમાં ભરતી, છેલ્લી તારીખ : 26-10-2023

ભારતીય રેલ્વેમાં ભરતી : ભારતીય રેલવે દ્વારા ભરતી બહાર પાડી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા, અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ રીતે કરવી વગેરે જાણવા મળશે તો અમારી તમને વિનંતી છે કે આ લેખમાં અંત સુધી બન્યા રહેજો.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે ખાલી જગ્યાઓ

રેલવે વિભાગની સત્તાવાર જાહેરાત મુજબ, ઈસ્ટર્ન રેલવે દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 અનુસાર એપ્રેન્ટિસશિપની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં કુલ જગ્યા 3115 ખાલી છે. જે લોકો બિનઅનુભવી છે.

તથા જેમનો અભ્યાસ ઓછો છે તેવા લોકો માટે આ એક ખુબજ સારી તક છે કારણ કે આ ભરતીમાં તમને આવડતની સાથે સ્ટાઈપેન્ડ પણ ચુકાવવામાં આવશે. અને રેલવે દ્વારા આપવામાં આવતા સર્ટિફિકેટની વેલ્યુ ખુબજ વધુ હોય છે જેથી ભવિષ્યમાં નોકરી માટે આ સર્ટિફિકેટ તમને ખુબજ કામ લાગશે.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે વય મર્યાદા

રેલવે વિભાગની સત્તાવાર જાહેરાત મુજબ, આ ભરતીમાં જરૂરી વય મર્યાદા કઈંક આ પ્રકારે છે, ઓછામાં ઓછી વય મર્યાદા 15 વર્ષ છે.વધુમાં વધુ વય મર્યાદા 24 વર્ષ છે.

ઉપલી વય મર્યાદા SC/ST ઉમેદવારોના કિસ્સામાં 05 વર્ષ, OBC-NCL ઉમેદવારોના કિસ્સામાં 3 વર્ષ અને બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (PwBD) ઉમેદવારો માટે 10 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે લાયકાત

રેલવે વિભાગની સત્તાવાર જાહેરાત મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ 50% લઘુત્તમ માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ અને તેની પાસે NCVT દ્વારા માન્ય કરાયેલ નોટિફાઈડ ટ્રેડમાં નેશનલ ટ્રેડ પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

રેલવે વિભાગની સત્તાવાર જાહેરાત મુજબ, ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે અને મેરિટના આધારે પસંદગી પામેલ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે પણ બોલાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે રેલવે વિભાગની આ ભરતી કોઈપણ પરીક્ષા વગર થવા જઈ રહી છે.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે અરજી ફી

રેલવે વિભાગની સત્તાવાર જાહેરાત મુજબ, ST/SC/PwBD અને મહિલા અરજદારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે કે તેઓને કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી.

જયારે આ કેટેગરી સિવાયના અરજદારોએ અરજી ફી પેટે રૂપિયા 100નું પેયમેન્ટ કરવાનું રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે ઉમેદવારોએ ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / ઈન્ટરનેટ બેન્કિંગ વગેરેનો ઉપયોગ કરીને અરજી શુલ્ક ની ચુકવણી કરી શકે છે.

ભારતીય રેલ્વેમાં ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

રેલવે વિભાગની સત્તાવાર જાહેરાત મુજબ,લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજીઓ 27.સપ્ટેમ્બર 2023 ના રોજથી શરૂ થાય છે.

જયારે અરજી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2023 નક્કી કરવામાં આવેલ છે એટલે અરજી કરવા માટે તમને ઘણો લાંબો સમયગાળો મળી રહેશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ભારતીય રેલ્વેમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!