TAT Exam Result 2023 Check Now

 TAT Exam Result 2023: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષા 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે. તો TAT ની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલની મદદથી મેળવીશું.


તારીખ 4 જૂન 2023 ના રોજ યોજાયેલ ટાટ ની પ્રિલીમ પરીક્ષામાં કુલ 1.65 લાખ વિધાર્થીઓ દ્વારા ફોર્મ ભરાયા હતા. હવે જોવાનું રહ્યું કે વિષય પ્રમાણે કટ-ઓફ કેટલું રહેશે અને TAT EXAM RESULT 2023 ક્યારે આવશે તેની તમામ ઉમદાવારો રાહ જોઈને બેઠા હશે. તો તમને જણાવી દઈએ કે TAT નું રિઝલ્ટ જાહેર થઇ ગયું છે.

TAT નું પરિણામ જાહેર 2023

TAT પેપર સોલ્યુશન તથા પ્રશ્નપત્ર અને TAT આન્સર કી SEB દ્વારા લેવાયેલ TAT પરીક્ષા 04/06/2023 ના રોજ લેવાઈ છે. આ પરીક્ષાનું પ્રશ્ન પત્ર તથા TAT PAPER SOLUTION અને તેમની આન્સર કી આ પોસ્ટમાં આપવામાં આવી હતી. Tat ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10 ના શિક્ષકની ભરતી માટે ની આ પરીક્ષા લેવાઈ છે. આ TAT પરીક્ષાની આન્સર કી તથા રીઝલ્ટ માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેશો.

TAT ANSWER KEY:

ટાટ ની પરીક્ષા પૂર્ણ થતાં તમામ ઉમેદવારો TAT પ્રશ્નપત્ર સોલ્યુશન ની શોધમાં હતા. ત્યારે અમારા દ્વારા TAT ની આન્સર કી લિંક અમારી સાઈટ પર અપલોડ કરવામાં આવી હતી. જેની તમે ડાઉનલોડ કરવા માટે અમારી નીચે આપેલ લિંક ની મદદથી વિષય પ્રમાણે પેપર સોલ્યુશન PDF ડાઉનલોડ કરી શકો છો.

TAT Result 2023 કેવી રીતે તપાસવું ?


ઉપરોક્ત અમે TAT આન્સર કી અને OMR શીટ કેવી રીતે મેળવવી તેની વિગત શેર કરી હવે તમને TAT માર્ક્સ ખબર પડી ગયા હશે પરંતુ કટ-ઓફ આધારિત તમારી પસંદગી મુખ્ય પરીક્ષા માટે થઈ છે કે નહીં તે માટે તમારે ફાઇનલ રિઝલ્ટ તપાસવું જરૂર છે જેના સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
  • હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
  • નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો.

માટે મહત્વની લિંક

TAT Prelims Result જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?